Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

બંધારણ ધર્મના આધારે અનામત આપવાની બિલકુલ મંજૂરી આપતું નથી

dharmendravaghela by dharmendravaghela
2026-04-17 11:58:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ પર લોકસભામાં અખિલેશ યાદવના વસ્તી ગણતરી સાથે

સંબંધિત સવાલનો જવાબ આપતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. અખિલેશ યાદવે પૂછ્યું કે

વસ્તી ગણતરી કેમ થઈ રહી નથી. હું આ ગૃહના માધ્યમથી દેશના લોકોને જણાવવા માંગુ છું કે વસ્તી

ગણતરીનું કામ શરૂ થઈ ચૂક્યું છે. શાહે કહ્યું કે અખિલેશ યાદવે કહ્યું કે તેઓ જાતિ આધારિત વસ્તી

ગણતરીની માંગ કરશે તો તેમને જણાવી દઉં કે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય

લઈ લીધો છે. વસ્તી ગણતરી જાતિ સાથે થઈ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં,

કારણ કે આવી અનામત ગેરબંધારણીય હશે. 40 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા દરમિયાન લોકસભામાં

મહિલાઓ માટે અનામત કાયદામાં સંશોધન અને સીમાંકન પંચની રચના કરવા માટેના ત્રણ બિલ રજૂ

કરાયા હતા. અમિત શાહે કહ્યું કે ચાલી રહેલી વસ્તી ગણતરી દરમિયાન વસ્તી ગણતરી સાથે સાથે

જાતિની ગણતરી પણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે “મુસ્લિમ મહિલાઓને ધર્મના આધારે અનામત આપવાનો સવાલ જ ઉભો થતો નથી.

આપણું બંધારણ ધર્મના આધારે અનામત આપવાની બિલકુલ મંજૂરી આપતું નથી. હું અમારી સરકારનો

નિર્ણય સ્પષ્ટ કરવા માંગુ છું કે મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. આવી

અનામત ગેરબંધારણીય છે.” અગાઉ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને ધર્મેન્દ્ર યાદવે મુસ્લિમોને

અનામત આપવાની માંગ કરી હતી.

ગૃહમંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના સભ્યો કહી રહ્યા છે કે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની

માંગ કરશે, પરંતુ હું તેમને જણાવવા માંગું છે કે સરકારે જાતિની ગણતરી કરવાનો નિર્ણય લઈ લીધો છે

અને તે વસ્તી ગણતરી સાથે કરવામાં આવશે. હાલમાં ઘરોની ગણતરી ચાલી રહી છે અને ઘરોમાં કોઈ

જાતિ હોતી નથી. જો સમાજવાદી પાર્ટીનું ચાલતું હોત તો તેઓ ઘરોની જાતિ પણ નક્કી કરી દેત.”

શાહે એમ પણ કહ્યું કે “જો સમાજવાદી પાર્ટી તેની બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપે છે તો તેમાં શું

વાંધો છે? અમને તેમાં કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી દરમિયાન અધિકારીઓ જાતિની

ગણતરી માટે જોગવાઈ રાખશે જે હું વ્યક્તિગત રીતે પણ ઇચ્છું છું”. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ વસ્તી

ગણતરી જાતિની ગણતરી સાથે હાથ ધરવામાં આવશે.

2027ની વસ્તી ગણતરી હેઠળ ઘરોની યાદી બનાવવાનું કામ 1 એપ્રિલથી શરૂ થયું છે. વડા પ્રધાન

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ ગયા વર્ષે 30 એપ્રિલે આગામી વસ્તી

ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. સ્વતંત્રતા પછીથી હાથ ધરવામાં

આવતી તમામ વસ્તી ગણતરી કામગીરીમાંથી જાતિને બાકાત રાખવામાં આવી હતી.

Tags: amit shahindiano reservation for muslimsparliament
Previous Post

ઈરાનની સરકારનો વિરોધ કરનારી મહિલાને ફાંસી આપવાની તૈયારી

Next Post

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ લોકશાહી બચાવવા ધરણા યોજાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ લોકશાહી બચાવવા ધરણા યોજાયા

ભાવનગરના ચિત્રા GIDCમાં આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.