Wednesday, April 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

જેટ ફ્યુલની વધી રહેલી કિંમતોથી એરલાઈન્સ કંપનીઓને મોટો આર્થિક ફટકો : સરકાર પાસે મદદની કરી માંગણી

dharmendravaghela by dharmendravaghela
2026-04-29 12:19:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જેટ ફ્યૂલની વધી રહેલી કિમતના કારણે એરલાઈન્સ કંપનીઓની ચિંતામાં એકાએક વધારો થયો છે. આવી સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તો ફ્લાઈસ સર્વિસ ઠપ્પ થઈ શકે છે. આ જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતની અગ્રણી ગણાતી એરલાઈન્સ કંપનીઓના સમુહ ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે એક ગંભીરત ચેતવણી આપતા કહ્યું હતું કે, હાલમાં જે જેટ ફ્યૂલની કિંમત છે એ માહોલ એરલાઈન્સ કંપનીઓ માટે યોગ્ય નથી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવેલા એક પત્રમાં એવી ચોખવટ કરવામાં આવી હતી કે એરલાઈન્સના ફ્લાઈટ ઑપરેશન અને સંચાલન જાળવી રાખવા માટે એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમતમાં સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક સહાય જાહેર કરે એવી તાતી જરૂરિયાત છે.
આ સંકટની ગંભીરતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતમાં એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી વધારે પ્રેશરમાં છે. સ્થિતિ એવી છે કે ફ્લાઈટ ઑપરેશન બંધ કરવા પડશે અથવા કામકાજ રોકી દેવું પડશે. સંસ્થાના જણાવ્યા અનુસાર એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમત અતિશય વધુ છે અને કલ્પના ન કરી શકાય એ સ્તર સુધી પહોંચી છે. આનાથી એરલાઈન્સ કંપનીઓના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશન એમ બન્ને ઑપરેશન પર સીધી અસર થઈ શકે છે.
હાલ જે કિંમતો છે એની ટીકા કરતા કહ્યું હતું કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલની સતત વધી રહેલી કિંમતથી એરલાઈન્સ નેટવર્ક અસ્થિર થઈ શકે છે. સમગ્ર એરલાઈન્સ બોડીએ આગળ એવું કહ્યું હતું કે, આ સિસ્ટમ અસંતુલિત થશે તો રૂટનું આર્થિક ગણિત બગડી શકે છે.
એરલાઈન્સને પોતાની નેટવર્કિંગ સિસ્ટમનો ફરીથી અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. વિદેશોમાં ફ્લાઈટ ઑપરેશન માટે આ ફ્યુઅલની કિંમતમાં વધારો થઈ શકે છે. આ તફાવતની રકમ 75થી 73 રૂપિયા સુધીની હોય છે.
આના કારણે ક્યારેક મોટું નુકસાન થાય છે. ભારતીય એરલાઈન્સના નફામાં પણ મોટો ઘટાડો થયો છે. સંસ્થાએ સરકાર પાસે એવી માગ કરી છે કે, આ ફ્યૂલની કિંમતને ધ્યાને લઈને આર્થિક મદદ કરવામાં આવે. આ સાથે ડૉમેસ્ટિક ઑપરેશન માટે 11 ટકાનો જે ઉત્પાદન ચાર્જ છે એને નાબુદ કરી દેવામાં આવે.
આ સિવાય એક સ્ટાન્ડર્ડ ક્રેક બ્રેંડ પ્રાઈસિંગ મેકેનિઝમને લાગુ કરી દેવામાં આવે. પ્રમુખ એવિએશન કેન્દ્રો પર જે વેટ છે એને ઓછો કરવામાં આવે. હાલનું કર માળખું છે એ ખર્ચા વધારી રહી છે. એમાં થોડી રાહત આપવામાં આવે. ક્નેક્ટિવિટીમાં ઘટાડો અને વધી રહેલા ભાડાને કારણે આની અસર ગ્રાહકો ઉપર પણ પડી રહી છે.

ખાસ કરીને ડૉમેસ્ટિક અને મહાનગરના એપ્રોચમાં રૂટ ઓછા થઈ શકે છે. ફ્યૂલની સતત અને સખત રીતે વધી રહેલી કિંમત એરલાઈન્સ કંપનીઓના નુકસાનમાં તોતિંગ વધારો કરે છે.આ જ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ફ્લાઈટ રદ્દ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

Tags: flyghtindia
Previous Post

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

Next Post

ભાવનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોને મંત્રી પરષોત્તમભાઇ સોલંકીએ શુભેચ્છા આપી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરશે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના વહીવટી તંત્રની હવે નવી ટેરિફ નીતિ લાદવાની તૈયારી

April 29, 2026
Next Post

ભાવનગરમાં ભાજપના વિજેતા ઉમેદવારોને મંત્રી પરષોત્તમભાઇ સોલંકીએ શુભેચ્છા આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.