Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

ઉમરાળાના વડોદના પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્‌લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા ડીડીઓ હનુલ ચૌધરી

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 16:33:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્‌લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે અને સાથે સાથે ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો ખરીદવામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પોતાના ઉત્પાદન જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ઉમરાળા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ધ્વારા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આત્મા કચેરી, ભાવનગર, કૃષિ અને બાગાયત વિભાગ, ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને સરકારશ્રીની યોજનામાં સહાયથી પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ભાવનગર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ વાન ખેડૂતો માટે પ્રેરણા રૂપ થશે જેથી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન બજારમાં વહેચવા માટે માર્ગદર્શન મળશે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે એ માટે વહીવટી તંત્ર, આત્મા વિભાગ અને ખેતીવાડી વિભાગ પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન નવતર પહેલ છે જેનાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન મળશે.
પ્રાકૃતિક ખેતી કરતા ઉમરાળા તાલુકા વડોદ ગામના ખેડૂત સંજયસિંહ ગોહિલ દ્વારા પોતાના ખેતરમાં છેલ્લા ૬ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે તે ઉત્પાદન થયેલ શાકભાજી જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી દ્વારા મોબાઇલ વાનને ફ્‌લેગ ઓફ કરવામાં આવેલ હતું. આ તકે નાયબ બાગાયત નિયામક એમ.બી. વાઘમશી, મદદનીશ ખેતી નિયામક સી.કે સાંખટ, ખેતી અધિકારી એચ. આર. ડુમાણીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પટાંગણમાંથી પ્રાકૃતિક કૃષિ મોબાઇલ વાન સમગ્ર ભાવનગર જિલ્લા માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું.

Tags: bhavnagarddoprakrutik krushi mobile vanumarala
Previous Post

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

Next Post

ભાવનગરના ફુલસર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો

June 9, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત

June 9, 2026
Next Post
ભાવનગરના ફુલસર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરના ફુલસર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ઇંધણની કટોકટી નિવારવા ૪૦ દેશોની નીતિમાં બદલાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.