‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈન સફળ રહ્યા બાદ તથા ગુજરાતમાં ટૂરીઝમને વેગ મળ્યા બાદ હવે રાજય સરકારે કેરળ, તામિલનાડુ, કર્ણાટક જેવા રાજયો જેમાં ફિલ્મો, ટેલીવીઝન ધારાવાહિકો અને હવે નવા ઓટીટી પ્લેટફોર્મ પરની ટુંકી ફિલ્મો સીરીયલ વિ. ઉપરાંત ટુરીઝમને વેગ આપે તેવા ઈવેન્ટ માટે ખાસ સિનેમેટીક- ટુરીઝમ પોલીસી રવિવારે લોન્ચ કરશે અને તેમાં નિષ્ણાંતોને ગુજરાતના ટુરીઝમને એક ડગલું આગળ લઈ જવા માટેના પ્રયાસો કરાશે.
આ ઉપરાંત ગુજરાતમાં ફિલ્મ કે અન્ય મનોરંજન ધારાવાહિકો વિ.ના પ્રોડકશન પ્રોજેકટમાં 25% ખર્ચ રાજય સરકાર આપશે અને રાજયમાં ઈવેન્ટ યોજવા જેના કારણે ટુરીઝમને પ્રોત્સાહન મળે તે માટે પણ એક ખાસ પોલીસી લાવીને તેને પ્રોત્સાહન પેકેજ આપશે. આ પોલીસી તૈયાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજુરી આપી છે જે હવે રવિવારે સતાવાર રીતે લોન્ચ થશે અને તે માટે બોલીવુડ સ્ટાર અજય દેવગણને ખાસ આમંત્રણ અપાયું છે.
આ પોલીસીના અમલ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખાસ રાજય કક્ષાની અમલીકરણ સમીતી પણ બનવાશે. આ પોલીસી હેઠળ ફિલ્મ સીટી તૈયાર કરવા ફિલ્મ, ટીવી પ્રોડકશન સ્ટુડીયોના નિર્માણ માટે ફિલ્મ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ અને પોષ્ટ પ્રોડકશન વર્ક વિ. માટે ખાસ જમીન સહિતની સહાયતા કરાશે. જેમાં ફિલ્મ સીટી 30 એકર અને રૂા.100 કરોડના રોકાણ સાથે હોવું જરૂરી છે અને આ પ્રકારના પ્રોજેકટમાં રૂા.25 કરોડની પ્રોત્સાહન યોજનાનો પ્રારંભ થશે.