Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં પેસેન્જર ટ્રેનની બોગીમાં ભીષણ આગ

સાસારામથી આરા થઈને પટના જતી આ સવારી ગાડીમાં લાગેલી આગને કારણે પ્લેટફોર્મ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરોની જીવ બચાવવા ભાગદોડ

dharmendravaghela by dharmendravaghela
2026-05-18 11:58:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગયાજી રેલ સેક્શન પર આવેલા સાસારામ રેલવે સ્ટેશન પરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં સોમવારે સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાસારામથી આરા થઈને પટના જતી આ સવારી ગાડીમાં લાગેલી આગને કારણે પ્લેટફોર્મ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.

આ ઘટના સોમવારે સવારે બની હતી. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી ત્યારે જ અચાનક એક બોગીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આખી બોગી આગની લપેટમાં આવી ગઈ. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી. આગ વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત બોગીને તાત્કાલિક ટ્રેનથી અલગ કરી દેવામાં આવી હતી.
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રેલ મુસાફરોમાં રેલવે તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જો રેલવે પ્રશાસન એલર્ટ હોત તો આ નુકસાન ખૂબ ઓછું કરી શકાયું હોત. મુસાફરોએ રેલવે મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ટ્રેનમાં પાણી રિફિલિંગ માટે જે પાઇપલાઇન નાખવામાં આવી છે, તેમાં પાણી જ નહોતું. રેલવે સ્ટેશન પર રાખવામાં આવેલા અગ્નિશામક સિલિન્ડરોમાં ગેસ જ નહોતો તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.
મુસાફરોનું કહેવું છે કે જો સમયસર પાણી અને ભરેલા ફાયર સિલિન્ડર મળી ગયા હોત, તો આગની શરૂઆતમાં જ તેના પર કાબૂ મેળવી શકાયો હોત. રેલવેની આ મોટી લાપરવાહીને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આખી બોગી બળીને રાખ થઈ ગઈ. હાલમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ મામલે રેલવે અધિકારીએ જણાવ્યું કે, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે અને રેલવે પ્રશાસન દ્વારા આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags: Biharsasaramtrain bogie aag
Previous Post

ગુરૂ આશ્રમ બગદાણા ખાતે બજરંગદાસ બાપાની ૪૯મી પુણ્યતિથિની પરંપરાગત ઉજવણી

Next Post

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો
તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

August 18, 2026
ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
Next Post
ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.