Wednesday, May 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

ભારતીય દૂતાવાસ કાર્યાલયમાં મૃત હાલતે મળી આવતા બાંગ્લાદેશ પોલીસે તપાસ હાથ ધરી

dharmendravaghela by dharmendravaghela
2026-05-20 11:38:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના એક અધિકારીનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. બાંગ્લાદેશની પોલીસે મંગળવારે ચટગાંવના ખુલ્શી વિસ્તારમાં આવેલા ભારતીય હાઈકમિશનના કાર્યાલયમાંથી એક ભારતીય નાગરિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો હતો. આ અધિકારનું નામ નરેન્દ્ર હોવાની વિગત મળી છે. તેઓ હરિયાણાના રહેવાસી હતી. ચટગાંવ સ્થિત આવેલા ભારતીય હાઈકમિશન કચેરીમાં તેઓ સિક્યોરિટી પ્રોટોકોલ ઓફિસર હતા.
એમનું મૃત્યું કેવી રીતે થયું અને મૃત્યું પાછળનું કારણ શું એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પહેલા ત્યાં રહેલા અન્ય અધિકારીઓએ પોતાની રીતે એમનો દરવાજો ખોલાવવા માટે પ્રયાસ કર્યા હતા, અંતે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે તપાસ કરી એ સમયે હાઈકમિશન કચેરીના એક રૂમમાંથી નરેન્દ્રનો મૃતદેહ મળ્યો હતો. ચટગાંવ પોલીસ કમિશનર હસન મોહમ્મદ શૌકત અલીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભારતીય હાઈકમિશન કાર્યાલયમાં સિક્યોરિટી પ્રોટોકોલ અધિકારી તરીકે હતા. કમિશનના કર્મચારીઓને શરૂઆતમાં એમના રૂમમાંથી કોઈ અવાજ આવ્યો ન હતો. એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ જ્યારે પહોંચી એ સમયે નરેન્દ્રનો માત્ર મૃતદેહ અંદરથી મળ્યો હતો.
પોલીસ રિપોર્ટ અનુસાર જૂની વિઝા સેન્ટર ઈમારતના બીજા ફ્લોર પર આવેલા એક ડેટાએન્ટ્રી રૂમના બાથરૂમના દરવાજા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. ચટગાંવ પોલીસના પીઆરઓ અમિનુર રાશિદે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને એવો શક હતો કે અધિકારીનું મૃત્યુ રાત્રીના સમયે બાથરૂમ જતા સમયે થયું હશે. પણ મૃત્યું કેવી રીતે થયું અને કેમ થયું એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. રિપોર્ટ તૈયાર થયા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું મોકલાયો પછી ચટગાંવ મેડિકલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી દેવાયો છે. તપાસમાંથી હજુ સુધી કેવી રીતે મૃત્યું થયું એની કોઈ વિગત સામે આવી નથી. પોસ્ટમોર્ટમ થયા બાદ જ સાચું કારણ સામે આવશે.

Tags: Bangladeshindian diplomat death
Previous Post

રોમમાં તમારું સ્વાગત છે,મારા મિત્ર ! : મેલોનીએ પીએમ મોદી સાથેની સેલ્ફી શેર કરી

Next Post

ટ્રમ્પનું નિવેદનીયુ યુદ્ધ : ઈરાન ઉપર મોટો હુમલો કરવાની આપી ચીમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ
તાજા સમાચાર

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ

May 20, 2026
ગુજરાત સરકારનું મિશન કરકસર
તાજા સમાચાર

ગુજરાત સરકારનું મિશન કરકસર

May 20, 2026
ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી
તાજા સમાચાર

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

May 20, 2026
Next Post
ટ્રમ્પનું નિવેદનીયુ યુદ્ધ : ઈરાન ઉપર મોટો હુમલો કરવાની આપી ચીમકી

ટ્રમ્પનું નિવેદનીયુ યુદ્ધ : ઈરાન ઉપર મોટો હુમલો કરવાની આપી ચીમકી

ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.