Wednesday, May 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું નિવેદનીયુ યુદ્ધ : ઈરાન ઉપર મોટો હુમલો કરવાની આપી ચીમકી

ટ્રમ્પના ધમકીને નિષ્ણાતોએ બકવાસ ગણાવી : ખાદીના દેશોએ પણ ટ્રમ્પના યુદ્ધ વિરામના નિવેદનનો રદિયો આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-05-20 11:41:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી એકવાર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર મોરચો ખોલતા આગામી દિવસોમાં મોટા સૈન્ય હુમલા કરવાની જાહેરાત કરી છે.
બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું આશા રાખું છું કે અમારે યુદ્ધની જરૂર ન પડે, પરંતુ ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડી શકે છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નવો હુમલો ક્યારે થશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આગામી બે-ત્રણ દિવસમાં એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં એક મર્યાદિત સમય માટે આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના દબદબાથી તદ્દન વિપરીત છે. મંગળવારે જ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે યુએઈ જેવા ખાડી દેશોની વિનંતી અને આગ્રહના કારણે તેઓ હાલ પૂરતો ઈરાન પરનો હુમલો ટાળી રહ્યા છે. જો કે, ખાડી દેશોએ સત્તાવાર રીતે ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેમણે આવી કોઈ વિનંતી કરી નથી. આ આંતરરાષ્ટ્રીય ફજેતીના બરાબર એક દિવસ બાદ જ ટ્રમ્પે ફરી યુદ્ધનું રણશિંગું ફૂંક્યું છે. યુદ્ધવિરામ લાગુ થયા બાદથી ટ્રમ્પ અવારનવાર આવી ધમકીઓ આપી ચૂક્યા છે, પરંતુ ઈરાન પણ નમવા તૈયાર નથી.

આર્થિક વિશ્લેષકો ટ્રમ્પની આ નવી ધમકીને ગંભીરતાથી લેવા તૈયાર નથી અને તેને માત્ર ‘હૉટ એર’ (માહોલ બનાવવા માટેની ખોખલી વાતો) ગણાવી રહ્યા છે. એસઈબી એબીના ચીફ કોમોડિટી એનાલિસ્ટ બ્યાર્ન શિએલ્ડ્રૉપે જણાવ્યું કે, “શરૂઆતમાં ટ્રમ્પના આવા નિવેદનોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં ભારે ઉથલપાથલ થતી હતી. પરંતુ વારંવાર ધમકીઓ આપીને પાછા હટી જવાની તેમની આદતને હવે બજાર સમજી ચૂક્યું છે. જ્યાં સુધી જમીન પર કોઈ વાસ્તવિક એક્શન નહીં થાય, ત્યાં સુધી આ મૌખિક ચેતવણીઓની અસર ઓછી થતી જશે.” હાલ બંને પક્ષો પોતાની જૂની શરતો પર અડેલા છે.

Tags: iran wartrumpUSA
Previous Post

બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

Next Post

ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ
તાજા સમાચાર

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ

May 20, 2026
ગુજરાત સરકારનું મિશન કરકસર
તાજા સમાચાર

ગુજરાત સરકારનું મિશન કરકસર

May 20, 2026
ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી
તાજા સમાચાર

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

May 20, 2026
Next Post
ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.