Friday, June 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુમાં જન્મ લેનારા દરેક બાળક પર સરેરાશ ૧.૨૮ લાખ રૂપિયાનું દેવું

તમિલનાડુની નવી સરકારે રાજ્યની કથળતી આર્થિક સ્થિતિને લઈને એક સત્તાવાર ‘શ્વેત પત્ર’ જાહેર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-17 11:29:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તમિલનાડુની નવી સરકારે રાજ્યની કથળતી આર્થિક સ્થિતિને લઈને એક સત્તાવાર ‘શ્વેત પત્ર’ જાહેર કર્યો છે. મુખ્ય પ્રધાન વિજયના નેતૃત્વ વાળી આ નવી સરકારના નાણા પ્રધાન એન. મેરી વિલ્સને જણાવ્યું કે રાજ્ય આ સમયે અભૂતપૂર્વ અને ભારે દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં જન્મ લેનારા દરેક બાળક પર હવે સરેરાશ 1.28 લાખ રૂપિયાનું દેવું છે. એટલે કે, આ રાજ્યમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તેના ભારે 1.28 લાખનું દેવું આવે એટલું દેવું અત્યારે તમિલનાડું રાજ્ય પર છે.
આ સરકારી અહેવાલમાં અગાઉની એમ.કે. સ્ટાલિન સરકારની આર્થિક નીતિઓ અને કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષ પહેલાં રાજ્ય પર આશરે 4.8 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, જે હવે વધીને લગભગ 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો આમાં અન્ય તમામ નાના-મોટા સરકારી દેવાં, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સની લોન અને સરકારી ગેરંટીઓને જોડી દેવામાં આવે, તો રાજ્ય પર કુલ આર્થિક બોજ 13.18 લાખ કરોડ રૂપિયા પર પહોંચી જાય છે.
નાણા પ્રધાન એન. મેરી વિલ્સને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પાછલા 5 વર્ષોમાં સરકારે એટલું દેવું લીધું છે જેટલું વિતેલા 60 વર્ષોમાં પણ લેવાયું નહોતું. સૌથી મોટી ચિંતા એ છે કે આ નાણાંનો ઉપયોગ કોઈ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે રસ્તા, હોસ્પિટલ કે સ્કૂલ) બનાવવાના બદલે રોજબરોજના સરકારી ખર્ચાઓ પૂરા કરવા માટે કરવામાં આવ્યો છે.
તમિલનાડુ સરકાર જે પણ 1 રૂપિયો કમાય છે, તેમાંથી 22.8 પૈસા તો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે. રાજ્યના મુખ્ય આર્થિક આંકડાની સ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યની ખાધ 46,538 કરોડ રૂપિયાથી વધીને 78,324 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ટેક્સ દ્વારા થતી કમાણીમાં માત્ર 5.45% નો વધારો થયો છે, જે રાજ્યના રોકેટ ગતિએ વધતા ખર્ચ સામે ઘણો ઓછો છે. તમિલનાડુનું દેવું તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ના 28.3% એ પહોંચી ગયું છે.
ગયા મહિને મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા બાદ વિજય સરકારનું આ પ્રથમ સૌથી મોટું આર્થિક પગલું છે. જોકે, આ સત્તાવાર રિપોર્ટ સામે આવે તે પહેલાં જ ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને આ આરોપોનો જવાબ આપતા દાવો કર્યો હતો કે તમિલનાડુ પર દેવું નિર્ધારિત મર્યાદાની અંદર જ છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય પાસે ફંડની કોઈ અછત નથી, બસ યોગ્ય રીતે સરકાર ચલાવવાની દાનત હોવી જોઈએ. હાલમાં આ નવો શ્વેત પત્ર જાહેર થયા બાદ ડીએમકે તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પૂર્વેની સરકાર અને નવી સરકારના દેવા અંગેના અહેવાલોમાં વિપરીતતા જોવા મળી રહી છે.

Tags: economyTamilnaduwhite paper
Previous Post

દરિયાઈ વેપારને જીવંત રાખવા નાવિકોની સુરક્ષા જરૂરી : મોદી

Next Post

ઉદ્ધવ જૂથના સાંસદોને ખરીદવા ૧૫ કરોડની ઓફર કરવામાં આવી હોવાનો સંજય રાઉતનો દાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ
આંતરરાષ્ટ્રીય

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

June 19, 2026
આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં
આંતરરાષ્ટ્રીય

આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં

June 19, 2026
વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો
તાજા સમાચાર

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો

June 19, 2026
Next Post
ઉદ્ધવ જૂથના સાંસદોને ખરીદવા ૧૫ કરોડની ઓફર કરવામાં આવી હોવાનો સંજય રાઉતનો દાવો

ઉદ્ધવ જૂથના સાંસદોને ખરીદવા ૧૫ કરોડની ઓફર કરવામાં આવી હોવાનો સંજય રાઉતનો દાવો

વાવ – થરાદ જિલ્લામાં ૧૦૦૦ શિક્ષકોની ઘટ

વાવ - થરાદ જિલ્લામાં ૧૦૦૦ શિક્ષકોની ઘટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.