ભાવનગર ખાતે તા.19/ 20/ 21 ના રોજ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે ભારત ભરના 75 જેટલા ચિત્ર અને ફોટોગ્રાફરનો પ્રદર્શન યોજાશે આ પ્રદર્શન ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, નેહલ ગઢવી, અમુલ પરમાર, હિમાચલ મહેતા ,જાદુગર મંગલ, જાદુગર યુવરાજ, તેમજ અજય ચૌહાણની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવશે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા.19 ને શુક્રવારના સાંજના પાંચ વાગ્યે રાખવામાં આવેલ છે આ પ્રદર્શનનું આયોજન ત્રીશક્તિના પ્રિયાબા જાડેજા તથા નમ્રતાબા ગોહિલ દ્વારા કરવામાં આવેલું છે.





