Wednesday, August 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

શાંતિ કરાર બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો જાહેર કર્યા : ૬૦ દિવસ સુધી કોઈ ટોલ નહીં વસૂલે

dharmendravaghela by dharmendravaghela
2026-06-20 11:47:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજો માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.

હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો અનુસાર, જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઈન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે.

ઈરાનની નવી બનેલી સંસ્થા ‘પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઓથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.
નવા નિયમો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવા માંગતા તમામ જહાજો માટે 48 કલાક પહેલાં ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ દાખલ કરવી અનિવાર્ય કરાઈ છે, જેમાં જહાજનો રૂટ, ટ્રાવેલ પ્લાન અને કોમ્યુનિકેશન વિગતો આપવાની રહેશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં રહેલા સંવેદનશીલ અને સંભવિત માઈન્સવાળા વિસ્તારોના કારણે જહાજોએ હોર્મુઝ પહોંચતા પહેલાં પોતાનો રૂટ અને સમય શેર કરવો પડશે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને જહાજોની સુરક્ષા જળવાઈ રહે. જો કોઈ જહાજ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જહાજના માલિકની રહેશે. અલબત્ત, નિયમોનું પાલન કરનારા જહાજોને ઝડપથી મંજૂરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.
નવા કડક નિયમોની વચ્ચે ઈરાન સરકારે વૈશ્વિક દરિયાઈ વેપારને વેગ આપવા માટે એક મોટી રાહતની જાહેરાત પણ કરી છે. કરારના શરૂઆતના 60 દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે. દરિયાઈ વેપાર ફરીથી સામાન્ય ગતિએ શરૂ થઈ શકે તે માટે આ તમામ સેવાઓનો ખર્ચ ખુદ ઈરાન સરકાર ભોગવશે.અમેરિકા અને ઈરાન વચ્ચેના આ કરાર બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવરમાં ભારે વધારો નોંધાયો છે. દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી કંપનીના અહેવાલ મુજબ, ગુરુવારે એક જ દિવસમાં 25 કોમર્શિયલ (વેપારી) જહાજો આ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા, જે એપ્રિલ મહિનાના મધ્ય પછીનો એક દિવસનો સૌથી મોટો આંકડો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતથી ચાલી રહેલા યુદ્ધના કારણે આ માર્ગ પરથી રોજના સરેરાશ માત્ર સાત જહાજો જ પસાર થઈ શકતા હતા, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કારોબાર ફરી એકવાર ઝડપથી ખુલી રહ્યો છે.

 

Tags: hormuziran permissionship
Previous Post

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

Next Post

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ
તાજા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ

August 4, 2026
તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તાજા સમાચાર

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

August 4, 2026
ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક
તાજા સમાચાર

ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક

August 4, 2026
Next Post
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.