• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાપાલિકાના રૂ.૧,૮૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ, પૂર્વના ધારાસભ્ય, મેયર, કોર્પોરેટરો, કમિશનર સહિતની ઉપસ્થિતિ રહી

dharmendravaghela by dharmendravaghela
2026-06-20 12:05:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા અને પ્રજાલક્ષી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા ભાવનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના અંદાજે રૂ.૧,૮૫૦ કરોડના વિવિધ મલ્ટી-ડાયમેન્શનલ વિકાસકામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જીતુભાઈ વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જનતાના ટેક્સના નાણાંનો શ્રેષ્ઠ સદુપયોગ થાય અને ભાવનગરના નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને તે માટે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખે એક ટીમ તરીકે પરસ્પર સંકલન સાધીને કામ કરવાનું છે.
આ સમીક્ષા બેઠકમાં વોટર વર્ક્સ વિભાગના અંદાજે રૂ. ૫૩૪ કરોડના કામો, ડ્રેનેજ વિભાગના અંદાજે રૂ. ૪૫૪ કરોડના કામો, બિલ્ડીંગ વિભાગના અંદાજે રૂ. ૪૪૦ કરોડના કામો, યોજના વિભાગના અંદાજે રૂ. ૨૭૨ કરોડના કામો તેમજ ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ રિ-ડેવલપમેન્ટના અંદાજે રૂ. ૧૫૦ કરોડના કામોને મળી કુલ રૂ. ૧,૮૫૦ કરોડના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
શહેરના દરેક નાગરિકને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર વર્કસને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરમાં નવા બનનારા એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર – પાણીની ટાંકીઓ, આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના તેમજ નવી ડી.આઈ. રાઇઝિંગ લાઇન નાખવા સહિતની વિવિધ જળ વિતરણ યોજનાઓની કામગીરી ઝડપથી આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર શહેરના સુવ્યવસ્થિત સેનિટેશન અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વોટર લોગિંગની સમસ્યાના કાયમી નિવારણ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન તેમજ અત્યાધુનિક સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગરના હાર્દ સમાન અને નાના વેપારીઓની આજીવિકાનું કેન્દ્ર એવી ઐતિહાસિક ગંગાજળિયા વેજીટેબલ માર્કેટના ભવ્ય રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામનાર આ પ્રોજેક્ટથી શાકભાજી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને આધુનિક, સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ પ્રાપ્ત થશે.તમામ વિકાસકામો નિયત સમયમર્યાદામાં અને સહેજ પણ બાંધછોડ વિના ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થવા જોઈએ. પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારના બિનજરૂરી વિલંબના કારણે જનતાને હાલાકી ભોગવવી ન પડે તેની ખાસ તકેદારી રાખવા તેમણે જણાવ્યું હતું.આ સમીક્ષા બેઠકમાં ભાવનગરના મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા,, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિસાનભાઈ મહેતા, નવનિયુક્ત કોર્પોરેટરો, તેમજ કમિશનર નરેન્દ્રકુમાર મીના સહિત વિવિધ ટેકનિકલ અને વહીવટી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: bmc bhavnagarmitting
Previous Post

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

Next Post

વિશ્વ યોગ દિવસ–2026 નિમિત્તે શહેર વ્યાપી યોગ કાર્યક્રમો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post

વિશ્વ યોગ દિવસ–2026 નિમિત્તે શહેર વ્યાપી યોગ કાર્યક્રમો

ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In