Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા

રખિયાલ વિસ્તારની ઘટનામાં એક યુવતીનું મોત : પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 11:58:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની સર્જાયો છે. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત રખિયાલ વિસ્તારના અજિત મિલ બ્રિજ નજીક સોમવારની રાત્રે થયો હતો. ગરીબનગર તરફ જતાં માર્ગ પર એક પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અચાનક બેકાબૂ બની જતાં અનેક વાહનો અને રાહદારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કારમાં પરિવાર સાથે જઇ રહ્યા હતા. કારમાં તેમની પત્ની ડિમ્પલબેન અને દીકરો પણ હાજર હતા. રાત્રે આશરે 9:40 વાગ્યાના સમયે અજિત મિલ બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવતાં તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હોવાનું સામે આવ્યું છે.
પૂરપાટ ઝડપે જઇ રહેલી કારે કાબૂ ગુમાવતા કાર સીધી ગરીબનગર ચાર રસ્તા તરફ ધસી ગઈ હતી. સૌપ્રથમ કાર એક ઓટોરિક્ષા સાથે જોરદાર અથડાઈ હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત બાદ પણ કારની ગતિ ઓછી ન થતાં તે નજીક આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.
અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. જોતજોતામાં 500થી વધુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની માહિતી મેળવી હતી.
ટ્રાફિક પોલીસ PI એચ. વી. ધંધુકિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર ચાલક પોતાની પત્ની અને દીકરા સાથે મુસાફરી કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતાં તેમણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બેકાબૂ બનેલી કારે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. ત્યારબાદ ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ અડફેટે લીધી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags: car accident rakhial ahmedabad
Previous Post

ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું મંત્રી પદેથી રાજીનામું

Next Post

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

ffb fv g

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.