ભાવનગર,તા.૨
પી.એન.આર. ટેક્નોલોજી સેન્ટર દ્વારા જીંષ્ઠાહ્વીષ્ઠા ત્નીીઙ્મિઅના આર્થિક સહયોગથી દિવ્યાંગજનો માટે ઓનલાઈન કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના ૧૯ દિવ્યાંગ તાલીમાર્થીઓને લેપટોપ, સ્કેનર, ઇન્ટરનેટ ડોંગલ (નેટ કનેક્શન સાથે), માઉસ સહિતની કમ્પ્યુટર કિટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કિલોન મહેતા (સ્થાપક–એપેક્ષ સોફ્ટવેર, ભાવનગર) તથા સંસ્થાના ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ પ્રસંગે કિલોન મહેતાએ દિવ્યાંગ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જીવનમાં ક્યારેય લાચારીની ભાવના રાખવી નહીં અને સમાજ માટે કશું કરવા જણાવ્યુ હતું.પી.એન.આર. સોસાયટીના ફાઉન્ડર ટ્રસ્ટી બાબાભાઈ શાહે પી.એન.આર. સોસાયટી દિવ્યાગો માટે સદા ખુલ્લી છે તેમ જણાવેલ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભે સંસ્થાનો પરિચય જ્યેશભાઈ દવે દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ બુધેલીયાએ કર્યું હતું તથા અંતમાં સુકેતુભાઈ શાહે આભારવિધિ વ્યક્ત કરી હતી.



