રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડટાઉન દ્વારા તાજેતરમાં રામ મંત્ર મંદિર સ્કૂલ ખાતે કિશોરીઓમાં આરોગ્ય અને માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા નિઃશુલ્ક સેનિટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ૨૫૦થી વધુ કિશોરીઓને સેનિટરી પેડ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં માસિક દરમિયાન થતી સામાન્ય સમસ્યાઓ, તેના નિવારણ, યોગ્ય સ્વચ્છતા જાળવવાના ઉપાયો અને ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી કિશોરીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસી શકે.
આ પ્રોજેક્ટના ચેરપર્સન મનીષાબેન ગોહેલ અને રોટેરિયન હેતલબેન ખટસુરિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો. ક્લબના પ્રમુખ રો. હિરલ ઓઝાના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાં સકારાત્મક અભિગમ કેળવવાનો હતો. ક્લબ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.





