આગામી રથયાત્રા પર્વને પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, એલસીબીની ટીમે રીંગ રોડ પર આવેલા ‘લીલા ઉડાન’ ગેટ પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં વિપુલ જોશી, સુરેશ રાઠોડ, જીતુ જાદવ, દેવરાજ સાંકળિયા, પ્રવીણ વાઘેલા, હરેશ ઉર્ફે તપેલી બારૈયા અને યોગેશ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને રોકડા ૨૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.





