Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

અનીલ મેનન રશિયાના રોસકોસ્પોસ સોયુઝ એમ.એસ. ૨૯ સ્પેસક્રાફ્ટ દ્વારા કઝાખસ્તાન સ્થિત બૈકનૂર-કોસ્મોડ્રોમ દ્વારા અંતરિક્ષમાં જશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 12:39:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય વંશના ‘નાસા’ના એસ્ટ્રોનોટ અનિલ મેનન તેઓ પહેલું સ્પેસ મિશન મંગળવારે શરૂ કરશે અને આઠ મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે. અનિલ મેનન રશિયાના રોસકોસ્પોસ સોયુઝ એમ.એસ. ૨૯ સ્પેસક્રાફ્ટ દ્વારા કઝાખસ્તાન સ્થિત બૈકનૂર-કોસ્મોડ્રોમ દ્વારા અંતરિક્ષમાં જશે. તેઓની સાથે રશિયાના બે અંતરિક્ષ યાત્રીઓ પીયોટર ડુબ્રોવ અને આન્ના કીકીના પણ તે યાનમાં હશે.
ભારતીય મૂળના અનિલ મેનન ઈમર્જન્સી મેડીસીન ફીઝીશ્યન છે. તેઓએ અમેરિકાના સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકેની પણ ફરજ બજાવી છે. તેઓ તબીબી વિજ્ઞાાની હોવાથી તેઓની પસંદગી કરવામાં આવી છે. ૪૯ વર્ષના મેનન અંતરિક્ષમાં પણ આરોગ્ય વિષયક ઉપસ્થિત થતા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરશે. આ સ્પેસ ક્રાફ્ટ તેઓને માટે ઓર્બેટિંગ લેબોરેટરી બની રહેશે. તેમાં તેઓ વધુ સંશોધનો પણ કરશે, જેનો હેતુ ઊંડા અવકાશમાં ભવિષ્યમાં ઊભી થનારી આરોગ્ય વિષયક મુશ્કેલીઓ દૂર કરવાનો રહેશે.
અમેરિકાનાં મીનીયામોબિસમાં ભારતીય પિતા અને યુક્રેની માતાનાં સંતાન તેવા મેનનની કારકિર્દી પણ ભાતીગળ છે. તેઓએ મેડીસીન મીલીટરી અને સ્પેસ ઓપરેશન જેવા ક્ષેત્રોમાં કાર્યવાહી કરી છે. નાસામાં જોડાયા પૂર્વે તેઓ અમેરિકન એરફોર્સમાં હતા. અને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ હાથ ધરેલા ‘ઓપરેશન ફ્રીડમ’માં ફ્રન્ટ-લાઇનમાં સેવા આપી હતી. તેઓ હીમાલયન રેસ્ક્યુ એસોસીએશનમાં કામગીરી બજાવી છે, અને જે પર્વતારોહકો – માઉન્ટ એવરેસ્ટ ચઢવા જતાં હતા તેમની મેડીકલ કેર પણ રાખી હતી.
મેનને ભારત સાથે પણ સંબંધો જાળવી રાખ્યા છે. તેઓએ ‘રોટરી એમ્બેસેડરમાં સ્કોલર’ તરીકે ‘પોલિયો વેક્સિન’ ઝુંબેશમાં એક વર્ષ સુધી સેવા આપી હતી. ૨૦૨૧નું વર્ષ તેમણે ભારતમાં ગાળ્યું હતું. તેઓનાં પત્ની આન્ના વિલ્હેમ સપ્ટે. ૨૪માં સ્પેસ એક્સના પોલારિસ ડોન મિશન દ્વારા પાંચ દિવસ અંતરિક્ષમાં રહ્યાં હતા.

Tags: anil menon space mission
Previous Post

સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી

Next Post

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન
તાજા સમાચાર

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

July 14, 2026
સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી
તાજા સમાચાર

સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી

July 14, 2026
નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ

July 14, 2026
Next Post
અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.