PNR સોસાયટી સંચાલિત ‘નટરાજ’ સી. પી. સ્કૂલ, ભાવનગર, નટરાજ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકારની દિવ્યાંગતાવાળા બાળકો માટે વિશિષ્ટ પ્રાથમિક નિદાન અને સારવારલક્ષી જરૂરિયાતો માટેના મેગા કેમ્પનું દીપ પ્રાકટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસના આ કેમ્પમાં ૧૮૦ થી વધુ દિવ્યાંગો લાભ લઈ રહ્યાં છે. દિવ્યાંગ ભૂલકાઓની પ્રભુ પ્રાર્થના અને મહામંત્રી પારસભાઈ શાહના શાબ્દિક સ્વાગત બાદ સી. પી. સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જિજ્ઞાબેન સોલંકીએ પ્રસંગ પરિચય આપેલ.






