Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

ઘોઘારોડ પોલીસ દ્વારા મહિલા બુટલેગરો સહિત અનેક સામે ગુના દાખલ કરાયા, હજારો લીટર આથાનો નાશ કરાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 13:28:03
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬ને ગુરુવારના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ઘોઘારોડ પોલીસ મથક અને એલ.સી.બી.ના સ્ટાફે આડોડિયાવાસ સહિતના વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકીને મેગા ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં હજારો લીટર આથો નાશ કરી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની અલગ-અલગ ટીમોએ રાત્રિના સમયે આડોડિયાવાસમાં સપાટો બોલાવ્યો હતો. રેડ દરમિયાન મહિલા બુટલેગરોના છાપરાઓમાંથી દેશી દારૂ બનાવવા માટેનો પીળા કલરનો પ્રવાહી ભરેલો આશરે ૨૬૨૫ લીટર જેટલો આથો મળી આવ્યો હતો. જેમાં સૌથી વધુ સોનાબેન ગૌતમભાઈ પરમારના છાપરેથી ૧૩૫૦ લીટર આથો ભરેલા ૯૦ ડબ્બા મળ્યા હતા. આ ઉપરાંત મીનાબેન મહેશભાઇ રાઠોડ પાસેથી ૩૭૫ લીટર, જ્યારે પાનબાઈ ક્રિપાલભાઈ પરમાર, કિષ્નાબેન અનીકેતભાઈ પરમાર અને મીનાબેન રાકેશભાઈ રાઠોડના છાપરેથી ૩૦૦-૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો. પોલીસે તમામ ડબ્બાઓ તોડીને સ્થળ પર જ આથાનો નાશ કર્યો હતો.
આથા ઉપરાંત પોલીસે અલગ-અલગ દરોડામાં કુલ ૨૫૫ લીટર જેટલો તૈયાર દેશી દારૂ પણ કબજે કર્યો છે. જેમાં મીનાબેન રાકેશભાઈ રાઠોડ પાસેથી ૧૦૦ લીટર, રેખાબેન નરેશભાઈ રાઠોડ પાસેથી (બે અલગ દરોડામાં કુલ ૭૫ લીટર), મીનાબેન મહેશભાઇ રાઠોડ પાસેથી ૫૦ લીટર અને દીપક ચોક પાસે રહેતી મીનલબેન નરેશભાઈ પરમાર પાસેથી ૩૦ લીટર દેશી દારૂની કોથળીઓ ઝડપી લેવાઈ હતી. બીજી તરફ, જયશ્રીબેન સરજુભાઈ પરમારના છાપરેથી કિંગફિશર કંપનીના ૪ બીયરના ટીન પણ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મોટાભાગની મહિલા બુટલેગરો પોતાના છાપરા ખુલ્લા મુકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. રથયાત્રા પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags: daru aadodiyavas operation
Previous Post

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

Next Post

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.