Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

ફરિયાદકા ગામના બે આરોપીઓના રિમાન્ડ દરમિયાન સોનાના દાગીના, કાર અને નોટ ગણવાનું મશીન જપ્ત: અત્યાર સુધીમાં ૧૦૩ સાક્ષીઓની પૂછપરછમાં અંદાજે ૬.૧૯ કરોડથી વધુની રકમ પરત આપવાની હોવાનું ખૂલ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 13:34:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરિયાદકા ગામે વધુ વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ૨૦ ટકા વળતરની લોભામણી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- સહિત કુલ રૂપિયા ૩૫,૯૪,૫૦૦/-ની મતા રિકવર કરી છે.


પોલીસના જણાવ્યા અનુસાર, વરતેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તેમજ જી.પી.આઈ.ડી. એકટ (GPID Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ સંજયભાઇ મુળજીભાઇ ધામેચા (ઉં.વ. ૪૪, ધંધો: ડ્રાઇવિંગ) અને યોગેશભાઇ વેલજીભાઇ ધામેચા (ઉં.વ. ૩૦), બંને રહેવાસી ફરિયાદકા, તા.જી. ભાવનગરને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે આરોપીઓના તા. ૧૩/૦૭/૨૦૨૬ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
રિમાન્ડના સમયગાળા દરમિયાન પોલીસે કરેલી સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે રોકાણકારો પાસેથી મેળવેલા નાણાંમાંથી અમુક કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને મોટી રકમ પોતાની પાસે રોકડી રાખી હતી. આરોપીઓની આ કબૂલાતના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવીને કુલ રૂ. ૨૦,૦૦,૦૦૦/- રોકડા, રૂ. ૮,૨૩,૫૦૦/- ની કિંમતના સોનાના દાગીના, રૂ. ૭,૦૦,૦૦૦/- ની કિંમતની સુઝુકી ડીઝાયર કાર GJ-4-FA-4469, રૂ. ૭૦,૦૦૦/- નું એક્સેસ સ્કૂટર GJ-04-FC-8148, રૂ. ૧,૦૦૦/- ની કિંમતનું તૂટેલી હાલતનું નોટ ગણવાનું મશીન તેમજ હિસાબ લખેલા ૨ નંગ ચોપડા જપ્ત કર્યા છે.
આ કૌભાંડની વ્યાપકતા ખૂબ મોટી હોવાનું સામે આવ્યું છે. આજદિન સુધીની પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી સહિત કુલ ૧૦૩ સાહેદો (સાક્ષીઓ) ના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ રોકાણકારોના કુલ રૂપિયા ૬,૧૯,૨૪,૫૮૮/- પરત આપવાના બાકી હોવાનું જણાઈ આવ્યું છે.
આ છેતરપિંડીના કેસ સંદર્ભે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ નાગરિકે ફરિયાદકા ગામના સંજયભાઇ ધામેચા અને યોગેશભાઇ ધામેચા પાસે નાણાંનું રોકાણ કર્યું હોય અને તેમની રોકાણ કરેલી રકમ કે પાકતી મુદતની રકમ પરત મળી ન હોય, તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે. આવા ભોગ બનનાર તમામ રોકાણકારોએ પોતાના જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજી સાહિત્ય સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની કચેરીનો તાત્કાલિક સંપર્ક કરવો.

Tags: fruoudmudamal recover
Previous Post

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

Next Post

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post
ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

ભારત અને યુકે વચ્ચે આજથી વેપાર કરાર અમલી

ભારત અને યુકે વચ્ચે આજથી વેપાર કરાર અમલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.