ગુજરાતની બીજા નંબરની ભાવનગરની રથયાત્રામાં ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત ટ્રાફિક ઓવેરનેસ રથનું jઆયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા દ્વારા આ ટ્રાફિક રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથની અંદર અકસ્માત કેવી રીતે થાય છે, કોનાથી થાય છે, ક્યાં થાય છે, અને કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી ફોટોગ્રાફ સાથે આપવામાં આવી છે રથયાત્રામાં આ રથ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.





