Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

ટ્રમ્પની હવે પ્રવાસી ટ્રક ચાલકો ઉપર તરાપ : અમેરિકન સેનાના નિવૃત્ત સૈનિકોને લાઇસન્સ આપશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 11:56:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસીઓને લઈને એક નવો અને અત્યંત વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ પર પડશે. પૅન્સિલવેનિયામાં આયોજિત ‘મિલિટરી ઇન્વેસ્ટમેન્ટ સમિટ’માં સંબોધન કરતાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર પ્રવાસી ટ્રક ડ્રાઇવરોને હટાવીને તેમની જગ્યાએ અમેરિકન સેનાના નિવૃત્ત સૈનિકોને તૈનાત કરશે. આ પ્રસ્તાવ હેઠળ, સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના સીધું જ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે પ્રવાસી ડ્રાઇવરોમાંથી મોટા ભાગના નશાની લતમાં ડૂબેલા હોય છે અને રસ્તા પરના સાઇન બોર્ડ પણ વાંચી શકતા નથી, જેના કારણે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન આ દિશામાં પહેલાથી જ મોટો ક્રેકડાઉન કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ નવા નિયમો હેઠળ અંદાજે બે લાખ જેટલા પ્રવાસી ડ્રાઇવરોના કોમર્શિયલ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે, જેમની પાસે અગાઉ અમેરિકામાં રહેવા અને કામ કરવાના કાનૂની દસ્તાવેજો હતા.

તાજેતરના વર્ષોમાં અમેરિકન નાગરિકો આ ક્ષેત્રથી દૂર થતાં પ્રવાસીઓ માટે ટ્રક ડ્રાઇવિંગ કમાણીનું એક મુખ્ય સાધન બન્યું હતું. ‘નોર્થ અમેરિકન પંજાબી ટ્રકર્સ એસોસિએશન’ ના આંકડા અનુસાર, હાલમાં અમેરિકામાં આશરે 1.3 થી 1.5 લાખ ટ્રક ડ્રાઇવરો પંજાબ અને હરિયાણા મૂળના છે. જો ટ્રમ્પનો આ નવો પ્રસ્તાવ સંપૂર્ણપણે લાગુ થશે, તો આ હજારો ભારતીય પરિવારોની રોજીરોટી પર સીધું સંકટ આવી જશે. ભારતીય મૂળના ડ્રાઇવરો પહેલાથી જ ફરજિયાત અંગ્રેજી કાર્યક્ષમતા કસોટી અને નવા કડક કાયદાઓની માર ઝીલી રહ્યા છે, તેમાં આ નિર્ણય મુશ્કેલીઓ વધારે વધારશે.

 

Tags: indian truck driver usa trump
Previous Post

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

Next Post

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક
તાજા સમાચાર

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ
તાજા સમાચાર

સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

July 18, 2026
Next Post
દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

NEET: દેશમાં 78મોં રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધારતો વાળુકડનો ખેડૂત પુત્ર

NEET: દેશમાં 78મોં રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધારતો વાળુકડનો ખેડૂત પુત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.