સિહોરમાં YYP જીવદયા દ્વારા બિનવારસી અબોલ પશુઓ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સારવાર કરવામાં આવતી હોય વર્ષ દરમિયાન આ સેવાકાર્ય કરતા જાણતા અજાણતા કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય તો તેમના આત્માના શાંતિ અર્થે શ્રી રાધે રાધે આશ્રમ ગૌશાળા ગોપાલદાસ બાપુના આશ્રમે શાંતિ હવનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશ્રમના સેવક સમુદાય તેમજ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી પશુઓને મોક્ષ આપવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


