Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરવા જતા બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો: હેડ કોન્સ્ટેબલ અને GRD જવાનને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 12:23:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ પોલીસ મથક હસ્તક આવતા અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના કુટુંબીને લાકડી સાથે બોલાવી પોલીસ અને GRD જવાન પર હુમલો કરતા સોનગઢ પોલીસમાં બી.એન.એસ. કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રવજીભાઈ કાઠીયા તેમના સ્ટાફના ભૈયપાલસિંહ, GRD આસિફભાઈ અને હોમગાર્ડ જવાન સાથે સરકારી બોલેરોમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તા. 21મી જુલાઈના રોજ મધરાતે 12:30 વાગ્યા આસપાસ અમરગઢ ગામે SBI બેન્ક પાસે એક ઈસમ હીરો સ્પ્લેન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હતો. પોલીસે તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ અમિતભાઈ ભોળાભાઈ હરણ રહે. અમરગઢ જણાવી “તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી” કહી પોલીસ સાથે જીભાજોડી કરી હતી. અમિતે ઉશ્કેરાઈ જઈ શક્તિસિંહને પકડી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી પોતાના કુટુંબી નિલેશભાઈ રબારીને લાકડી લઈને બોલાવ્યો હતો.
નિલેશ રબારીએ આવીને શક્તિસિંહને માથાના ભાગે લાકડી મારવાનો પ્રયાસ કરતા તેઓ નમી ગયા હતા, પરંતુ વાંસાના ભાગે ઈજા પહોંચી હતી. વચ્ચે પડવા ગયેલા GRD જવાન અજયભાઈ પરમારને પણ મોઢાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા. સરકારી ગાડીના ચાલક ભૈયપાલસિંહે વચ્ચે પડી અમિતને ઝડપી લીધો હતો, જ્યારે નિલેશ ભાગી છૂટ્યો હતો.આ બનાવ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે આ બનાવ અંગે બી.એન.એસ. કલમ 109(1), 121(1), 118(1), 351(3), 352, 54 તથા જી.પી.એ. 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: police petroling in amargadhumlo
Previous Post

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Next Post

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ
ભાવનગર

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

July 21, 2026
Next Post
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.