Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશની કેબિનેટમાં એઆઈ મંત્રીની નિમણૂક કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-07-22 12:32:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનની નવી સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મોટું પગલું ભરતા પ્રથમ એઆઈ મંત્રી બનાવ્યા હતા. બ્રિટનના નવા વડા પ્રધાન એન્ડી બર્નહમે ભારતીય મૂળના સાંસદ કનિષ્ક નારાયણને એઆઈ મંત્રી તરીકે મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ કેબિનેટમાં એઆઈ મંત્રીની નિમણૂક કરવામાં આવી છે.

કીર સ્ટાર્મરે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી સોમવારે કાર્યભાર સંભાળનારા બર્નહમે એક નવું રાજકીય મોડલ બનાવવા અને એક નવી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે. કેબિનેટમાં થયેલા ફેરબદલ વચ્ચે એ ચહેરામાંના એક છે જેમને સ્ટાર્મરની કેબિનેટમાંથી યથાવત રાખવામાં આવ્યા છે.

સોમવારે કિંગ ચાર્લ્સે બર્નહમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં બર્નહમે મંત્રીઓની ટીમની જાહેરાત કરી હતી જે કેબિનેટમાં તેમની સાથે કામ કરશે. લિસા નૈડી ભારતીય મૂળના બીજા એક મંત્રી છે જેઓને ડિજિટલ, સંસ્કૃતિ, મીડિયા અને રમતગમતના રાજ્ય સચિવ તરીકે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

નારાયણે કહ્યું કે, કેબિનેટ ઓફિસ અને બિઝનેસ, ઈનોવેશન, સાયન્સ અને ટ્રેડ વિભાગ હેઠળ એઆઈ મંત્રી તરીકે તેમની નિમણૂક નવા વડા પ્રધાનની એઆઈના મહત્વ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા”ની નિશાની છે.

જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં વેલ્સથી સાંસદ તરીકે ચૂંટાયેલા નારાયણે કહ્યું કે “એઆઈ કદાચ માનવ ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. તેની અસર અન્ય બાબતોને વામણી બનાવશે. તેના માટે શ્રેષ્ઠ પરિણામો આપણા કલ્પનાઓથી પણ આકર્ષક છે.

બ્રિટનના લોકો નોકરીઓ, પરિવર્તનની ગતિ માટે ચિંતિત છે. દેશો પાસે ઓછો સમય છે એ નક્કી કરવાનો કે તેઓ એઆઈને આકાર આપશે કે એઆઈ તેમને આકાર આપશે. બ્રિટન હજુ પણ એ તબક્કામાં છે.” બિહારમાં જન્મેલા 36 વર્ષીય લેબર પાર્ટીના સાંસદે ભૂતપૂર્વ વડા પ્રધાન કીર સ્ટાર્મરની ટીમમાં જૂનિયર મંત્રી તરીકે એઆઈની જવાબદારી સંભાળી હતી.

Tags: kanishka narayan minister uk
Previous Post

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

Next Post

યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

July 24, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

July 24, 2026
Next Post
યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી

યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.