Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સવારના બે કલાકમાં ૧થી લઈ ૮ ઇંચ વરસાદ : દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 11:46:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જ વલસાડના ઉમરગામમાં ફરી 7.20 ઈંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5.12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નવસારીના ખેરગામમાં અઢી ઈંચ અને ભરુતમાં 2.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 108 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.

અમદાવાદ સહિત રાજ્યના ૨૦ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ગઈકાલથી વલસાડ, સુરત અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો તો જાણે વારો જ પાડી દીધો હોય એ રીતે ભયંકર વરસાદ પડી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં તો રીતસરનું આભ ફાટ્યું છે અને 24 કલાકમાં જ 35 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે વધુ ડરામણી આગાહી કરી છે.

અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે

 

Tags: heavy rainsouth gujarat
Previous Post

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

Next Post

અમારી સામે કેમ જુઓ છો? કહી ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી
તાજા સમાચાર

યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે : મોદી

July 23, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

અમારી સામે કેમ જુઓ છો? કહી ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.