આજે અષાઢ સુદ તેરસથી યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દૂ સંસ્કૃતિમાં વ્રત અને તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. બે દિવસ પહેલાજ નાની બાળાઓના મોળાક્ત વ્રતના થયેલા પ્રારંભ બાદ આજે યુવાન બહેનોના જાય-પાર્વતી વ્રતનો પ્રારંભ થતા બહેનો સજી-ધજીને હાથમાં પૂજાની થાળી લઈને પોતાના નજીકના શિવ મંદિરોએ પહોંચી હતી જ્યાં ભૂદેવો દ્વારા બહેનોને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વ્રતનું પૂજન કરાવ્યું હતું પાંચ દિવસ સુધી વ્રત કરી બહેનો અંતિમ દિવસે જાગરણ કરીને વ્રત પૂર્ણ કરશે શહેરના અલગ અલગ શિવાલયોમાં આજે જાય-પાર્વતીના વ્રતનું પૂજન કરાવાયું હતું.






