Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કારખાનામાં બે જૂથ વચ્ચે થઈ બોલાચાલી, હીરા ઘસવાના કટોરા અને છરી ઉછળ્યા!

પાલીતાણાનો બનાવ, હીરાના કારખાનામાં ડાય બાબતે બોલાચાલી બાદ મારામારીની સામ સામી પોલીસ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 13:11:25
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના પાલિતાણાના પોપડા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર બનતા સામસામે મારામારીની ઘટના બની છે. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, હીરાઘસવાનું કામ કરતા સલીમશા ભીખુશા પરમાર (રહે. પચાસ વારિયા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મિત્ર અશફાકભાઈએ વિજયભાઈ પાસેથી ઉછીના લીધેલા પૈસાના સમાધાન બાબતે તેઓ રાજુભાઈના કારખાનાએ ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતા વિજયભાઈ શિવાભાઈ ચૌહાણે ઉશ્કેરાઈને ગાળો આપી હીરા ઘસવાના કટોરાથી સલીમશાના કપાળ અને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે સામાપક્ષે, વિજયભાઈ શિવાભાઈ ચૌહાણ (રહે. વીરપુર) દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કારખાનામાં મેનેજર અશફાક સુમારભાઈ દલ પાસે હીરા ઘસવાની ડાય માંગતા અશફાકે ડાય આપવાની ના પાડી ગાળો આપી હતી. ત્યારબાદ અશફાક અને તેના ભાઈ નાસીરે સલીમ તથા અન્ય માણસોને બોલાવી વિજયભાઈ પર હીરા ઘસવાની સ્ટીલની કટોરીથી હુમલો કરી માર માર્યો હતો અને બાદમાં જહાંગીરભાઈ છરી લઈને આવીને ધમકીઓ આપી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Tags: maramaripalitana
Previous Post

ત્રિવીધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કારગીલ વિજય દિવસની કરાઈ ઉજવણી

Next Post

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.