રાજ્ય સરકાર દ્વારા મોટર વાહન વેરાની નિયમિત અને સમયસર ભરપાઈ સુનિશ્ચિત કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. તે અંતર્ગત ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા અગાઉ નોટિસો પાઠવવા છતાં કેટલાંક વાહન માલિકોએ લાંબા સમયથી બાકી મોટર વાહન વેરો ભરપાઈ કર્યો નથી. આથી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કચેરી દ્વારા તમામ બાકીદારોને અખબારી યાદી પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં ટેક્સ, દંડ અને વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ સ્વૈચ્છિક રીતે ભરી દેવા આખરી અપીલ કરવામાં આવી છે.
જો નિયત સમયમાં રકમ નહીં ભરાય તો સંબંધિત વાહનને VAHAN પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરાશે, જેનાથી વાહન ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ, NOC અને હાઇપોથેકેશન જેવી ઓનલાઈન સેવાઓ સ્થગિત થઈ જશે. આ ઉપરાંત, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ અંતર્ગત બાકીદારોની જમીન, મકાન કે દુકાન જેવા સરકારી દસ્તાવેજો (૭/૧૨, ૮-અ કે પ્રોપર્ટી કાર્ડ) પર ‘સરકારી બોજો’ નોંધવામાં આવશે. એટલું જ નહીં, વાહન કે અન્ય જંગમ મિલકતો જપ્ત કરી જાહેર હરાજી દ્વારા વસૂલાત હાથ ધરાશે. ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી અને જપ્તીથી બચવા તાત્કાલિક વેરો ભરી જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવવા તેમજ વધુ વિગતો કે માર્ગદર્શન માટે ભાવનગર RTO કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભાવનગર RTOની આકરાં પગલાંની ચેતવણી; નિયત સમયમર્યાદામાં કર ભરપાઈ ન કરનાર સામે જપ્તી અને હરાજી સહિતની કાર્યવાહી કરાશે