Thursday, August 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

બંધ પડેલી સ્પિરિટ એરલાઇન્સમાં કુલ 10 કરોડ ઇ-મેઇલ અને 50 કરોડ એમએસ ટીમના મેસેજ સાથે અન્ય રેકોર્ડ

dharmendravaghela by dharmendravaghela
2026-08-20 11:50:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં કહેવત છે જીવતો હાથી લાખનો તો મરેલો હાથી સવા લાખનો. આવુ અમેરિકામાં બન્યું છે. અમેરિકામાં એક એરલાઇન્સને તાળા વાગી ગયા. કંપનીએ દેવાળું ફૂંક્યુ અને તે હરાજીમાં ગઈ. હવે આ બંધ પડેલી કંપનીના ઇન્ટર્નલ ડેટાની કિંમત ગૂગલ એઆઈએ ૯૫.૭૫ કરોડ રૂપિયા લગાવી છે. ગૂગલે અહીં કંપનીનો કારોબાર કે તેના પ્રવાસીઓની જાણકારી નહીં પરંતુ કંપનીની અંદર ઉપયોગમાં લેવાયેલા ડેટા એટલે કે ઇન્ટરર્નલ ડેટાની બોલી લગાવી છે.
આ આખો કિસ્સો અમેરિકાની સ્પિરિટેડ એરલાઇન્સનો છે. કંપનીએ દેવાળું ફૂક્યું છે અને તેની હરાજી ચાલી રહી છે ત્યારે ગૂગલે તેના ઇન્ટર્નલ ડેટા જેવા કર્મચારીઓના ઇ-મેઇલ, માઇક્રોસોફ્ટ ટીમ્સની ચેટ, કેલેન્ડર, ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ, મીટિંગ્સ રેકોર્ડ અને કારોબાર સાથે જોડાયેલા બીજા રેકોર્ડ્સની બોલી લગાવી છે. આ પ્રકારનો ડેટા સામાન્ય રીતે ખાનગી હોય છે અને કોઈપણ કંપની ઇચ્છતી નથી તેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે.
અહેવાલ મુજબ આ ડેટામાં લગભગ ૧૦ કરોડ ઇ-મેઇલ્સ અને માઇક્રોસોફ્ટ ટીમ્સના ૫૦ કરોડ મેસેજ છે. આ ઉપરાંત કંપનીની કામ કરવાની પદ્ધતિ, સોફ્ટવેર અને બીજા આંતરિક રેકોર્ડ પણ આ પેકેજનો હિસ્સો છે.ગૂગલ આ ડેટાનો ઉપયોગ તેના એઆઈ મોડેલને વધુ સારો બનાવવા માટે કરવા માંગે છે. એઆઈ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આર્ટિકલ્સ, ફોટો અને પુસ્તકોના વાંચન પૂરતુ જ મર્યાદિત નથી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે એમેઝોન અને બીજી કંપનીઓ કરોડો પુસ્તકોને સ્કેન કરીને એઆઈને તાલીમ આપી રહી છે. મોટી ટેક કંપનીઓને એવા ડેટાની જરૂરત છે જેથી એઆઈ તે સમજી શકે કે અસલી કંપનીઓમાં કામ કઈ રીતે થાય છે. જો કે અહીં ગૂગલે એરલાઇન્સના કર્મચારીઓના સંગઠનના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પગલે કોર્ટે સુનાવણી ૯ સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ગૂગલનો આ સંભવિત સોદો બદલાતા જતા વિશ્વની ઝાંખી કરાવે છે.

Tags: airlines data google
Previous Post

ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

Next Post

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ: ઈક્વાડોરના ગુપ્તચર વડા, તેમની પત્ની સહિત 7 ના મોત
આંતરરાષ્ટ્રીય

કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ: ઈક્વાડોરના ગુપ્તચર વડા, તેમની પત્ની સહિત 7 ના મોત

August 20, 2026
શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?
આંતરરાષ્ટ્રીય

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

August 20, 2026
ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન
આંતરરાષ્ટ્રીય

ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

August 20, 2026
Next Post
શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ: ઈક્વાડોરના ગુપ્તચર વડા, તેમની પત્ની સહિત 7 ના મોત

કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ: ઈક્વાડોરના ગુપ્તચર વડા, તેમની પત્ની સહિત 7 ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.