ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે અલગ એંગલ આપ્યો છે. તેમણે પસંદગીકારો પર નારાજગી વ્યક્ત કરતી ટીમની પસંદગીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ છે કે હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય. તેમણે લખ્યું કે સોમવારે ટી20 વિશ્વકપ માટે ઈમ ઈન્ડિયાની પસંદગી થઈ. પસંદગીકારોના નિર્ણયથી હું હેરાન છું. તે આગળ લખે છે કે શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું.
તેમણે ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે, ક્રિકેટની દુનિયામાં હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ સિલેક્શન ન થઈ જાય. આજે ટી20 વિશ્વકપના પસંદગીકારોથી હેરાન છું. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું. આ ફેસબુક પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પોસ્ટની કોમેન્ટમાં ઘણા લોકો નેતાનું સમર્થન કરી રહ્યાં છે. આ પહેલા તેમણે સ્વર કોકિલા ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું- લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા. આ પોસ્ટ પર પણ ખુબ વિવાદ થયો હતો.
તેમણે એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યુ કે, ખોટી પસંદગી થઈ છે. શમી, સિરાજ અને ખલીલની સાથે ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા હોવા જોઈતા હતા. આપણે લોકોને એશિયા કપમાં જે હાર મળી, તેમાંથી શીખવાનું હતું. કારણ કે ટી20 વિશ્વકપ છે અને ભારતની લડાઈ દુનિયા સામે છે. જો ભારતીય ટીમ હારે તો આપણે પણ હારીએ છીએ. અમને લાગ્યું કે ખોટું સિલેક્શન થયું, તેના પર વિચાર થવો જોઈએ.