Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

BRICS સમિટમાં ભાગ લેશે, PM મોદી સાથે કરશે મુલાકાત

dharmendravaghela by dharmendravaghela
2026-09-11 11:28:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. આજે શુક્રવારે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં યોજાનાર આ વૈશ્વિક શિખર સંમેલન અગાઉ પુતિનનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
એરપોર્ટ પર આગમન બાદ પુતિનનો કાફલો સીધો તેમની હોટલ તરફ રવાના થયો હતો, જ્યાં તેમના ITC મૌર્યા હોટલમાં રોકાવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ પુતિનના પ્રવાસને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષાના અત્યંત કડક અને અભેદ્ય બંદોબસ્ત કરવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે ચાર સ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

ભારત આ વર્ષે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે 12 અને 13 સપ્ટેમ્બરે આ શિખર સંમેલન યોજાવાનું છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ છે, જે ભારત અને રશિયા વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો દર્શાવે છે.

Tags: putin arrives india
Previous Post

બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

Next Post

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો
તાજા સમાચાર

બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

September 11, 2026
Next Post
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.