Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

આવતીકાલથી બે દિવસ બ્રિક્સ સંમેલન :ગલવાન હિંસા પછી ચીનના પ્રમુખ જિનપિંગનો પહેલો ભારત પ્રવાસ, સુરક્ષા માટે ૧૦૦થી વધુ એનએસજી કમાન્ડો, દિલ્હી પોલીસના ૧૦૦૦થી વધુ સ્વાટ કમાન્ડો તૈનાત એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવ

dharmendravaghela by dharmendravaghela
2026-09-11 11:27:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયા સંકટ, યુદ્ધ, પ્રતિબંધો, ટેરિફ વોરને પગલે વૈશ્વિક વ્યવસ્થાઓ કથળી ગઈ છે ત્યારે ૧૨-૧૩ સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલન પર સમગ્ર દુનિયાની નજર છે. આ બ્રિક્સ સંમેલનમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. ગલવાન હિંસા પછી જિનપિંગનો આ પહેલો ભારત પ્રવાસ છે. વધુમાં કુલ ૧૧ દેશોના વડા આવી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે તથા એન્ટી ડ્રોન સિસ્ટમ પણ એક્ટિવ કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ૧૮મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. બ્રિક્સ બેઠક શનિવારે અને રવિવારે યોજાવાની છે. જોકે, આ પહેલાં શુક્રવારે વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ બેઠકમાં યુક્રેન અને ઈરાન વચ્ચે યુદ્ધો પર ચર્ચાની સાથે દ્વિપક્ષીય આર્થિક અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થશે. ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે કેટલાક મહત્વના કરાર થાય તેવી સંભાવના છે. આ સિવાય ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી પહેલી વખત ભારત આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે જિનપિંગના ભારત પ્રવાસની પુષ્ટી કરી છે. જોકે, તેમણે જિનપિંગના પ્રવાસ અંગે અન્ય કોઈ વિગતો જાહેર કરી નથી. જોકે, માનવામાં આવે છે કે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. જિનપિંગની આ મુલાકાત ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરી રહ્યા હોવાનો સંકેત આપે છે. આ પહેલાં ગયા વર્ષે પીએમ મોદીએ એસસીઓ બેઠક માટે ચીનના તિયાનજિનનો પ્રવાસ કર્યો હતો.
વર્ષ ૨૦૨૦માં ગલવાન હિંસા પછી જિનપિંગ પહેલી વખત ભારત આવશે. આ પહેલા જિનપિંગ ૧૧-૧૨ ઓક્ટોબર ૨૦૧૯માં તમિલનાડુના મલ્લાપુરમના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે પીએમ મોદી સાથે ભારત-ચીનના બીજી અનૌપચારિક શિખર સંમેલન માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. દરમિયાન બ્રિક્સ સંમેલન માટે ઈરાન સહિત ૧૧ દેશોના વડા ભારત આવી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે. દિલ્હીમાં આ વખતે ૨૦૨૩ના જી-૨૦ સંમેલન કરતાં વધુ મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિલ્હીના ડીસીપી સચિન શર્માએ કહ્યું કે, રાજધાનીમાં ૨૫,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને સુરક્ષામાં તૈનાત કરાયા છે. ૧૦૦થી વધુ એનએસજી કમાન્ડો અને એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવેટ કરાઈ છે. દિલ્હી પોલીસના ૧૦૦૦થી વધુ સ્વાટ કમાન્ડો તૈનાત કરાયા છે. બ્રિક્સ સમિટ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિશ્ચિત વિસ્તારોમાં ડ્રોન અથવા કોઈપણ પ્રકારના ફ્લાઈંગ ઓબ્જેક્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકાયો છે. દિલ્હીની ઈમારતોની છતો પર સ્નાઈપર્સ તૈનાત કરાયા છે, જેઓ એઆઈ-ગાઈડેડ સ્નાઈપરથી સજ્જ હશે. આ સિવાય રાજધાનીમાં જેસ્ચર રિકગ્નિશન કેમેરા લોકોના બેઠવા-ઉઠવા અથવા ચાલવાની રીતોમાં ફેરફારને ઓળખશે, કમાન્ડો હેલિકોપ્ટરોમાંથી દોરડા મારફત નીચે ઉતરશે અને એન્ટી-ગ્રાફિટી ટીમો ૨૪-૭ કલાક રસ્તા પર ફરતી રહેશે, જેથી હાઈટેક જોખમોથી લઈને છુપાઈને કરાનારા વિરોધ પ્રદર્શનો સુધી દરેક બાબતનો સામનો કરી શકાય.

વિદેશી મહેમાનો અહીં રોકાશે
-રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ITC Mauryaમાં રોકાશે.
-ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ડેલિગેશન હોટલ તાજ પેલેસમાં રોકાશે
-દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા The LaLitમાં રોકાશે.
-ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન The Oberoi Hotelમાં રોકાશે.
-ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતડ અલ-સિસી Sheraton New Delhiમાં રોકાશે.
-બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વીએરા The Imperialમાં રોકાશે.
-યુએઈ (UAE)ના ક્રાઉન પ્રિન્સ ખાલીદ બિન મોહમ્મદ અલ નાહયાન The Leela Palaceમાં રોકાશે
-આ ઉપરાંત Shangri-La Eros, Radisson Hotel, Roseate Hotel, Andaz Delhi, Lemon Treeજેવા લક્ઝરી હોટલ્સ પણ બુક કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં 100+ NSG કમાન્ડો સહિત 30,000 જવાન તૈનાત
દિલ્હીમાં પેરામિલિટરીની 200 કંપનીઓ સહિત લગભગ 30 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે 4800 ટ્રાફિક પોલીસકર્મીઓ શહેરનું ટ્રાફિક કંટ્રોલ કરશે. DCP રેન્કના 30 અધિકારીઓને મહેમાનોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી 10 અધિકારીઓ ભારત મંડપમની સુરક્ષા સંભાળશે. NSGHI 100 થી વધુ કમાન્ડો અને દિલ્હી પોલીસની SWAT ટીમો તૈનાત કરવામાં આવી છે.
સમિટ પહેલા NSGએ ‘ઓપરેશન બ્રિક્સ કવચ’ અંતર્ગત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, રાજઘાટ, ભારત મંડપમ અને આર્મી પોલો ગ્રાઉન્ડ પર સુરક્ષા મોક ડ્રીલ પણ કરી છે.10 હજારથી વધુ જવાનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે, જે જરૂર પડયે સક્રિય થશે.આ ઉપરાંત દિલ્હી પોલીસ પડોશી રાજ્યો-ઉત્તર પ્રદેશ, પંજાબ, ડરિયાણા, રાજસ્થાન, ચંડીગઢની પોલીસની પણ મદદ લઈ રહી છે. સાથે જ બોર્ડર પર ચેકિંગ અને નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ જણાવે છે કે સમિટમાં આવતા વિદેશી મહેમાનોની મોટાભાગની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. તેમની ક્લોઝ સિક્યુરિટી તેમના અંગત બોડીગાર્ડ્સ સંભાળે છે, જ્યારે આઉટર સિક્યુરિટી દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સિસ સંભાળે છે.

લાંબા અંતરવાળા એરક્રાફ્ટ પર પ્રતિબંધ
DGCAએ 11થી 13 સપ્ટેમ્બર સુધી દિલ્હીથી 300 કિમીના ઘેરામાં લાઈટ એરક્રાફ્ટ, માઈક્રોલાઈટ, UAV અને લાંબા અંતરવાળા એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, 100 કિમીના ઘેરામાં ડ્રોન, પેરાગ્લાઈડર, પેરા-મોટર, કેંગ-ગ્લાઈડર અને તમામ પ્રકારના નાના હવાઈ ઉપકરણો પર રોક રહેશે.
દિલ્હીની આસપાસના 7 રાજ્યોમાં ફલાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન્સની ઉડાનો પણ રોકી દેવામાં આવી છે.
ભારત મંડપમ, લુટિયન્સ ઝોન અને VVIP રુટ્સ પર DRDO દ્વારા બનાવવામાં આવેલી એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. તેમાં ઈલેક્ટ્રોનિક સોફ્ટ-કિલ (સિગ્નલ જામ કરનાર) અને ડાર્ડ-કિલ ( તોડી પાડનાર) સિસ્ટમ સામેલ છે. આ ઉપરાંત રડાર સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક જેમર્સ પણ લગાવવામાં આવ્યા છે.
G20 માટે હિંદન, અંબાલા, સિરસા, ભટિંડા ડિફેન્સ એરબેઝને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. એરફોર્સે રાફેલ ફાઈટર જેટ, એન્ટી ડ્રોન સિસ્ટમ ઉપરાંત 70થી 80 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરતી મિસાઈલો તૈનાત કરી હતી. અજાણ્યા એરક્રાફ્ટ અથવા મિસાઈલની માહિતી મેળવવા માટે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી હતી. સર્વેલન્સ એરક્રાફ્ટ ‘નેત્ર’ દિલ્હી રીઝનના એર સ્પેસ પર નજર રાખી રહ્યું હતું. દિલ્હી પોલીસના પૂર્વ ACP GE ભૂષણ જણાવે છે કે આપણા મોટાભાગના ગેજેટ્સ એલર્ટ મોડ પર રહે છે. આવી સમિટ્સ અને VVIP મૂવમેન્ટ દરમિયાન એરિયલ સર્વે થાય છે. હિંદન એરબેઝ અને ફાઈટર જેટ્સને પણ સક્રિય રાખવામાં આવે છે. સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવે છે.

ભારત મંડપમ ભાષાઓના એક અનોખા સંગમનું સાક્ષી બનશે
વિશ્વના ટોચના નેતાઓ ૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ૧૮મી બ્રિક્સ સમિટમાં સામેલ થશે. પરિણામે, ભારત મંડપમમાં હિન્દી, અંગ્રેજી, મેન્ડરિન, રશિયન, પોર્ટુગીઝ, અરબી, ફારસી, ઇન્ડોનેશિયન, મલય અને થાઈ જેવી ભાષાઓ સાંભળવામાં આવશે. આ ભાષાઓના કુલ બોલનારાઓની સંખ્યા વિશ્વની વસ્તીનો નોંધપાત્ર ભાગ રજૂ કરે છે. આનો અર્થ એ છે કે દિલ્હી ફક્ત રાજ્યોના વડાઓ જ નહીં, પરંતુ વિશ્વની અબજા વસ્તીના ભાષાકીય પ્રતિનિધિત્વનું પણ આયોજન કરશે. બ્રિક્સ અને તેના મુખ્ય સભ્ય દેશોની ભાષાઓ પર એક નજર ખૂબ જ રસપ્રદ ચિત્ર દર્શાવે છે.
આનો અર્થ એ છે કે બ્રિક્સ હવે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સુધી મર્યાદિત નથી. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ, ઇન્ડોનેશિયા, ઈરાન, થાઈલેન્ડ, મલેશિયા અને સાઉદી અરેબિયા જેવા નવા સભ્યો પણ જાડાયા છે. તેથી, દિલ્હીમાં યોજાનારી સમિટમાં રશિયન, હિન્દી, અંગ્રેજી, મેન્ડરિન, પોર્ટુગીઝ, મલય, થાઈ, ફારસી અને અરબી જેવી ભાષાઓ સાંભળવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે આ બ્રિકસ બેઠકમાં સૌથી વધુ બોલાતી ભાષા હશે.ભારત યજમાન છે, તેથી હિન્દી અને અંગ્રેજી બંને મહત્વપૂર્ણ રહેશે. ભારતમાં ૬૦૦ મિલિયન લોકો હિન્દી બોલે છે, જે તેને વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક બનાવે છે. સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માટે અનુવાદ પ્રદાન કરવામાં આવશે, પરંતુ ભારતીય પ્રતિનિધિઓના અવાજમાં હિન્દી ઉચ્ચાર સ્પષ્ટપણે દેખાશે.

Tags: brics summit securitydelhi
Previous Post

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

Next Post

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.