Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

'ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ' લખી ધમકીભર્યો મેઈલ: મળતા વાલીઓ અને વકીલોમાં દોડધામ

dharmendravaghela by dharmendravaghela
2026-09-10 13:02:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાલ’ મેઈલમાં લખીને અમદાવાદમાં સ્કૂલોને અને ગાંધીનગરમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. જે બાદ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી.જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી.
અમદાવાદની ઝાયડસ સ્કૂલને ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. વાલીઓને મેસેજ કરીને બાળકોને લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી વાલીઓ પણ ભયના માહોલ વચ્ચે દોડતા દોડતા શાળાએ પહોંચી બાળકને લઈને ઘરે જઈ રહ્યા હતા. જ્યારે ફાયર વિભાગની બે ગાડી અને પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી ગઈ હતી. આખી સ્કૂલ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે. અને કોઈ ઘટના બને તો સ્થિતિ પર કાબૂ મેળવવા ફાયર વિભાગે પણ તૈયારી કરી લીધી હતી. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને ધમકી અંગેનો ઈમેઇલ મળ્યો હોય તો તે તપાસવા જણાવ્યું છે. જે સ્કૂલમાં ઈમેલ મળ્યો હોય તે સ્કૂલે પોલીસને જાણ કરવાની રહેશે. બાળકોને સ્કૂલમાંથી સુરક્ષિત બહાર કાઢીને પોલીસને તપાસમાં સહકાર આપવા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈમેલ પર એક ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને તમામ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો તેમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા.

Tags: bomb threat ahmedabad
Previous Post

બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા

Next Post

બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

બ્રિક્સ સમિટ માટે રાજધાની દિલ્હી બની અભેદ્ય કિલ્લો

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.