દેશમાં વડાપ્રધાન મોદીના અનુરોધને વધાવી લઇ હરઘર તિરંગા અભિયાનમાં લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાડ્યો હતો અને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ અભિયાન પૂર્ણ થયા બાદ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ઉતારી લઈ યોગ્ય જગ્યાએ સાચવીને મુકવાને બદલે કેટલાક લોકોએ તેની કોઈ દરકાર કરી નથી અને જ્યાં ત્યાં પડેલા જાેવા મળે છે. ભાવનગરમાં ઘોઘાસર્કલ સેનેટોરીયમ પાસે કચરાના ઢગલામાં રાષ્ટ્રધ્વજ જાેવા મળતા પોતાના પિતાને સાથે સ્કૂટર પર નીકળેલી કસ્ની મણિયાર નામની નાનકડી બાળાએ તેને કચરામાંથી ઉઠાવી લઈ અને સન્માનભેર પોતાની સાથે લઈ યોગ્ય જગ્યાએ મૂક્યો હતો. આમ, નાની બાળાને રાષ્ટ્રધ્વજનું સન્માન યાદ છે પરંતુ મોટેરાઓ ભૂલ્યા છે.!