બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવી અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. બેગુસરાયમાં બે બાઈક પર આવેલા ગુનેગારોએ નેશનલ હાઈવે 28 અને 31 પર 40 કિલોમીટર વિસ્તારમાં ફરીને 12 લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકોમાં અફરાતફરી મચી છે. ઘટના બાદ લોકો બહાર નીકળવાનું ટાળ્યું હતું. પોલીસે પણ તાબડતોબ નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવાનું અભિયાન શરુ કર્યું હતું.
ગોળીબારની પહેલી ઘટના સાંજના 5.15 શરુ થઈ હતી અને પછી મોડે સુધી ચાલતી રહી હતી. બાઈક સવારની સામે જે પણ આવતા તેમને પર ગુનેગારો ગોળી છોડતા હતા. પહેલા ગોળીબારમાં ઓરિયામાના રહેવાશી રાજેશ મહેતાના 22 વર્ષીય પુત્ર ઘાયલ થયા છે. ત્યાંથી બાઈક સવારો આગળ વધી ગયા અને બીજા વિસ્તારમાં જઈને ફરી ફાયરિંગ શરુ કર્યું હતું, આ રીતે ગુનેગારો બાઈક પર ફરતા ફરતાં 12 લોકોને ગોળી મારતા મારતા આગળ વધતા ગયા.
બાઈક સવાર બદમાશોએ જે 12 લોકોને ગોળી મારી છે તેમાંના 2 લોકોના મોત થયા છે અને કેટલાકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે





