વર્ષ ૨૦૨૬ ના પ્રથમ આૃર્ધવાર્ષિક ગાળામાં ભારતમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમતોમાં ૧૬% નો વધારો નોંધાયો છે, કારણ કે ઉત્પાદકોએ મેમરી તેમજ અન્ય પાર્ટ્સના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. જોકે, ભાવવધારાના આ વ્યાપક પ્રવાહથી વિપરીત વલણ અપનાવનારી કેટલીક ગણતરીની બ્રાન્ડ્સે પોતાના ભાવવધારાને ૮% સુધી જ મર્યાદિત રાખ્યો છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત વાૃધીને રેકોર્ડ ૩૧૮ ડોલર પર પહોંચી ગઈ છે. કિંમતો પ્રત્યે સંવેદનશીલ એવા બજેટ (લો-એન્ડ) સેગમેન્ટને આ વાૃધારાનો સૌથી મોટો ફટકો પડયો છે.
રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતના ફોનમાં અંદાજે ૩૨%નો સૌથી તીવ્ર ભાવવધારો જોવા મળ્યો હતો, કારણ કે આવા ઉપકરણોમાં મેમરીનો ખર્ચ પ્રમાણમાં વધારે હિસ્સો ધરાવે છે. ૨૦૨૬ના પ્રથમ આૃર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતના સ્માર્ટફોનનાં શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે ૬૫%નો મોટો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ ના સેગમેન્ટમાં પણ ૨૦%નો ઘટાડો થયો છે. જોકે, ઊંચી લોન્ચિંગ કિંમતો, ટ્રેડ-ઇન ઑફર્સ અને નો-કોસ્ટ ઈએમઆઈના જોરે રૂ. ૨૦,૦૦૦ થી વાૃધુ કિંમતના ફોનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે.






