વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે જ્યારે સમગ્ર દુનિયા પાકિસ્તાનની સાથે ઊભી હતી, ત્યારે રશિયાએ ભારતનો સાથ આપ્યો હતો. દિલ્હીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે,ભારત-રશિયા સંબંધો લાંબા સમયથી સારા રહ્યા છે. નવી દિલ્હી માટે મોસ્કો સાથેના સંબંધો માત્ર આજની પરિસ્થિતિથી નક્કી થતા નથી.
20 ફેબ્રુઆરી 1957ના રોજ ઓસ્ટ્રેલિયા, ક્યુબા, બ્રિટન અને અમેરિકાએ કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવ રજૂ કર્યો હતો. તેમાં કાશ્મીરમાં અસ્થાયી સંયુક્ત રાષ્ટ્ર દળ મોકલવાના વિચારને આગળ વધારવાની વાત હતી.ઠરાવને 9 દેશોનું સમર્થન મળ્યું, પરંતુ રશિયએ વીટો કરી દીધો, તેથી ઠરાવ પસાર થયો નહીં.તેના એક દિવસ પછી, 21 ફેબ્રુઆરી 1957ના રોજ બીજો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. તેમાં UNSCના અધ્યક્ષને ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરીને ઉકેલના રસ્તા શોધવા માટે મોકલવાની વાત હતી. આ વખતે સોવિયેત સંઘે વીટો કર્યો નહીં, પરંતુ મતદાનથી દૂર રહ્યું અને ઠરાવ પસાર થયો.
———————-






