દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધર થઇ ગયું છે. તેમણે 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી છે. ગોવાના ડોના પાઉલાની એક ખાનગી હોસ્પિટલમાં દિગ્ગજ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ અભિનેતા પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાંથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
માહિતી અનુસાર તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ભાનમાં લાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ સફળતા મળી નહોતી. નાના પાટેકરના દીકરા મલ્હાર પાટેકરે પિતાના નિધનની પુષ્ટી કરી હતી. નાના પાટેકરને સવારે 5:20 વાગ્યે ગોવાની મણિપાલ હોસ્પિટલની મેડિકલ ટીમે તેમને મૃત જાહેર કરી દીધા હતા.
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમા જગતમાં તેમના દમદાર અભિનયથી અલગ જ ઓળખ ઊભી કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે.






