જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં મોટી દુર્ઘટના થઈ છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે સાથે જ કેટલાય અન્ય લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે કહેવાય છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ મંડીના સાવઝાન જઈ રહી હતી.





