કેન્દ્ર સરકાર દ્વારા જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકેની માન્યતા રદ કર્યાના એક દિવસ બાદ, મંગળવારે વહેલી સવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્વયંસેવકોનું એક જૂથ તેના નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસના નેતૃત્વમાં ત્યાં પહોંચ્યું હતું.અભિજીત દીપકે જંતર-મંતર ખાતેના એક અચાનક યોજાયેલા વિરોધ પ્રદર્શનનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં CJPના સ્વયંસેવકો વિરોધ કરવા માટે જંતર-મંતર પહોંચવા લોખંડનો ગેટ અને પોલીસ બેરિકેડ ઓળંગતા જોવા મળ્યા હતા.
વિરોધ પ્રદર્શનના વીડિયોમાં, CJPના નેતા રંકા અને દાસ તેમજ કેટલાક સ્વયંસેવકો હાથમાં ધ્વજ લઈને ગેટ કુદીને વિરોધ પ્રદર્શન કરવા માટે તે વિસ્તારમાં પ્રવેશતા જોવા મળે છે. ત્યાં તૈનાત પોલીસે જ્યારે તેમનો પીછો કર્યો ત્યારે જૂથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘ભારત માતા કી જય’ અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવતી વખતે તેમને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ સાથે પ્રદર્શનકારીઓની થોડી ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરીને તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.
“તમે પ્રતિકારને ‘ડી-નોટિફાય’ કરી શકતા નથી,” તેમ મક્કમ દીપકે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકેની માન્યતા રદ કરવાના કેન્દ્રના આદેશને પડકારતા પોસ્ટ કર્યું. કેન્દ્ર સરકાર દ્વારા જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકેની માન્યતા રદ કર્યાના એક દિવસ બાદ, મંગળવારે વહેલી સવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્વયંસેવકોનું એક જૂથ તેના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસના નેતૃત્વમાં ત્યાં પહોંચ્યું હતું




