એઆઇ આતંકીઓ સુધી રોગાણુંઓ, જોખમી બેક્ટેરિયા સહિતની માહિતી પહોંચાડી બાયોવેપન તૈયાર કરવામાં મદદ કરી શકે છે
લંડન ઃ બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઇ-૫ના ચીફે ચેતવણી આપી છે કે હાલ પશ્ચિમી દેશો સામે રશિયા સૌથી મોટો ખતરો છે. રશિયા સીધા હુમલા કરવાના બદલે સાઇબર હુમલા વગેરેનો સહારો લઇ રહ્યું છે. જ્યારે ઇરાન બ્રિટનમાં સૈન્ય મથકો પર મોટા હુમલા કરવાની તૈયારીમાં છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આતંકીઓ એઆઇનો ઉપયોગ કરીને રોગચાળો ફેલાવનારા જીવાણુ તૈયાર કરી શકે છે. ક્યારેય જોવા ના મળ્યો હોય તેવો જીવલેણ વાયરસ પેદા કરવામાં એઆઇ મદદ કરી શકે છે.
બ્રિટન પરના ખતરાઓ અંગે વાત કરતા બ્રિટનની જાસુસી એજન્સીના ડાયરેક્ટર જનરલ કેન મેકકેલમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇને લઇને પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આતંકીઓ એઆઇનો સૌથી વધુ દુરુપયોગ કરી શકે છે, એઆઇની મદદથી આતંકીઓ લોકોમાં રોગચાળો ફેલાવનારા જીવાણુઓ બનાવી શકે છે અથવા તો બાયોવેપન પણ તૈયાર કરી શકે છે. ઇરાન પર બોમ્બમારો કરવા માટે બ્રિટનના ફેરફોર્ડમાં અમેરિકાએ પોતાનું એરબેઝ સ્થાપ્યું છે. જેના પર ગમે
આભાર – નિહારીકા રવિયા ત્યારે ઇરાન દ્વારા હુમલો કરવામાં આવી શકે છે તેવી ચેતવણી અગાઉ બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહમ પણ આપી ચુક્યા છે.એઆઇ આતંકીઓ સુધી આ બાયોવેપનની જાણકારી પહોંચાડી શકે છે. અગાઉ ક્યારેય જોવા ના મળ્યા હોય તેવા ઘાતક વાયરસ એઆઇ જનરેટ કરવામાં મદદરૂપ થઇ શકે છે. હાલમાં બ્રિટનમાં એઆઇના જોખમો સામે પહોંચીવળવા માટે સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.






