સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. સમુદ્રી ટનલ સાથે માહવાહક જહાજ અથડાતા વિસ્તાર ધુમાંડામાં ફેરવાયો હતો. ૨૫૦૦ કંટેનર લઈને જઈ રહેલું માલવાહક જહાજ સમુદ્ર વચ્ચે ડૂબી ગયું હતું. આ ઘટના અંગેની જાણકારી ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સ કોર્પ્સ નૌસેના દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, બુધવારે આ ઘટના બની હતી. સમુદ્રી ટનલ સાથે અથડાતા જહાજમાં એકાએક આગ લાગી ગઈ હતી.
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થયા બાદ પહેલી ઘટના બની છે જેમાં રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પસે કોઈ જહાજ અંગેની વિગતવાર માહિતી આપી છે. સૈન્યે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે ઈરાનના ગાર્ડે સમુદ્ર વચ્ચે રહેલા જહાજમાંથી નીકળતા ધુમાંડા જોયા એ સમયે ખ્યાલ આવ્યો હતો. પછી તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, હોર્મુઝમાંથી પસાર થતી વખતે જહાજ સમુદ્રી ટનલને અથડાઈ ગયું હતું. આ જહાજની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જોરશોરથી શૅર થઈ રહી છે. કન્ટેરમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જહાંજમાંથી ખૂબ જ ધુમાંડો નીકળી રહ્યો હતો. ધીમે ધીમે જહાજ ડૂબવા લાગ્યું હતું. જ્યારે કન્ટેનર સમુદ્રમાં તરી રહ્યા હતા. આ ઘટના અંગે કેટલાક મહ¥વના સવાલના કોઈ જવાબ સામે આવ્યા નથી.
જેમ કે, આ જહાંજ ક્યા દેશનું છે? કેટલા લોકો અંદર હતા? ક્રૂ સ્ટાફનું શું થયું? આ અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. ઈરાનના મીડિયા રિપોર્ટમાંથી એવી વિગત મળી છે કે, વિસ્ફોટકથી ભરેલી ટનલ સાથે જહાજ અથડાયું હતું. ઈરાને દાવો કર્યો હતો કે, આ જહાજ એવા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું જે રસ્તો પ્રતિબંધિત છે. હોર્મુઝ પર સતત કંટ્રોલ રાખવા માટે વિસ્ફોટકથી ભરેલી ટનલ તૈયાર કરવામાં આવી હતી.





