આજે ભારતના લોખંડી પુરૂષ જેમણે ભારતને અંખડ બનાવ્યું તેવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. રાષ્ટ્રીય એકતા દિવસ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, આઝાદી પછી વિશ્વભરના ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભારત એકજૂટ રહી શકશે નહીં; પરંતુ સરદાર પટેલે માત્ર 1218 દિવસમાં જ સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધીને એક અખંડ એકમ તરીકે એકત્ર કરવામાં સફળતા મેળવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આઝાદી સમયે, વિશ્વભરના રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે, ભારત લાંબા સમય સુધી એકજૂટ રહી શકશે નહીં. જોકે, માત્ર 1218 દિવસોમાં સરદાર પટેલે તે કરી બતાવ્યું જેને દુનિયા અશક્ય માનતી હતી. સરદાર પટેલે આટલા ટૂંકા ગાળામાં સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રે બાંધી દીધું. આજે, તેમના સપનાનું ભારત સમગ્ર વિશ્વની સામે ગર્વથી ઊભું છે.
વધુમાં અમિત શાહે કહ્યું કે, જ્યારે ભારત આઝાદ થયો, ત્યારે ઘણા વૈશ્વિક રાજકીય વિશ્લેષકોને ડર હતો કે દેશ વિખેરાઈ જશે. તેમનું માનવું હતું કે વિવિધ રજવાડાઓ ધરાવતા આટલા વિશાળ રાષ્ટ્રને એકજૂટ રાખવું અશક્ય હશે. પરંતુ સરદાર પટેલે આ ધારણાને ખોટી સાબિત કરી દીધી હતી. સરદાર પટેલે માત્ર 1218 દિવસોમાં એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર પટેલ દ્વારા સ્થાપિત એકતા આજે ભારતની મુખ્ય ઓળખ બની ગઈ છે.
પોતાના સંબોધન દરમિયાન, અમિત શાહે કોંગ્રેસ પક્ષ પર સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ઘણા વર્ષો સુધી સરદાર પટેલને તેમના યોગદાનને અનુરૂપ સન્માન મળ્યું નહીં. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે સતત તેમની સ્મૃતિને ઝાંખી પાડવાનો પ્રયાસ કર્યો; પરંતુ, જેમ સૂર્યના તેજને છુપાવી શકાતું નથી, તેમ તેમના વારસાને પણ દબાવી શકાયો નહીં. રાષ્ટ્રીય એકતા દિવસ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ જણાવ્યું કે, સરદાર પટેલનું જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત હતું. તેમના આદર્શો ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરવા માટે સતત પ્રેરણા પૂરી પાડે છે. તેમણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે રાજ્યના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.
——————————–






