મોંઘવારી અને શિક્ષણ મુદ્દે ફ્રાંસમાં સતત ત્રીજા વીકએન્ડમાં દેખાવો થયા હતાં. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની પ્રેરણા લઇને શનિવારે સમગ્ર ફ્રાન્સમાં લાખો દેખાવકારો સડકો પર ઉતરી આવ્યા હતાં. યુરોપનાં અન્ય દેશો જેમ કે જર્મની અને પોર્ટુગલમાં પણ યુવાનોનાં નેતૃત્ત્વમાં દેખાવો થયા હતાં. ફ્રાન્સમાં આ વીકએન્ડનાં દેખાવો એકંદરે શાંતિપૂર્ણ રહ્યાં હતાં.
દેખાવકારો હેલોવીનની રંગબેરંગી વેશભૂષામાં હતાં જેના કારણે મૂડ હળવો રહ્યો હતો. જો કે પેરિસ અને અન્ય શહેરોમાં દેખાવોનાં અંતમાં ટિયર ગેસનાં સેલ છોડવામાં આવ્યા હતાં અને કેટલાક નાના જૂથોએ કેટલક સ્થળોએ આગ પણ ચાંપી હતી. ફ્રાન્સનાં ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝે અશાંતિનાં ખૂબ જ વધારે જોખમની ચેતવણી આપી હતી ખાસ કરીને હેલોવીનની રાતે. જેના પગલે સમગ્ર દેશમાં ૭૦,૦૦૦ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં.ફ્રાન્સ સરકારનાં અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ૩,૨૦,૦૦૦ લોકોએ દેખાવોમાં ભાગ લીધો હતો. આ સંખ્યા અગાઉનાં દેખાવો કરતા ઓછી છે પણ છતાં ઘણી મોટી છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૭ ઓક્ટોબરનાં દેખાવોમાં ૫,૫૦,૦૦૦ લોકો સામેલ થયા હતાં. ૨૪ ઓક્ટોબરે થયેલા દેખાવોમાં ૪,૧૦,૦૦૦ લોકો સામેલ થયા હતાં.જર્મનીમાં જેન ઝેડ રિગલેન્ટ જેનો અર્થ થાય છે કે જેન ઝેડ સંભાળી લેશેે નામનાં સંગઠનનાં યુવનોનાં એક જૂથે ૩૦થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યુ હતું. તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય, જળવાયુ સંરક્ષણ અને સસ્તું જીવનની માંગ કરી હતી અને સાથે જ સૈન્ય ભરતીને ફરીથી લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં થયેલા દેખાવોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો





