માજી સૈનિકો, આરોગ્યકર્મીઓ, LRD વેઇટિંગ લિસ્ટ માટે ઉમેદવારો, જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દે સરકારી કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે તેવી માગ કરી રહ્યા છે. અને જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આરોગ્ય કર્મીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી હડતાળ પર ઉતરી રહ્યાં છે. આરોગ્ય કર્મીઓ કહી રહ્યાં છે કે અમારા પડતર પ્રશ્નો મુદ્દે હજુ કોઇ બાહેંધરી નથી અપાઇ.
LRD ઉમેદવારોમાં આક્રોશ છે કે ડેક્યુમેન્ટ વેરિફિકેસન થયું પણ નિમણૂક નથી મળી. આરોગ્યકર્મીઓમાં આક્રોશ છે કે પડતર પ્રશ્નોનું હજુ પણ નિરાકરણ નથી આવ્યું. અને માજી સૈનિકોમાં એ વાતનો આક્રોશ છે કે હજુ સુધી તેમની માગની સરકારે નોંધ નથી લીધી. આ વિરોધની એવી તસ્વીર છે જે આગામી સમયમાં સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે. ગુસ્સો LRD વેઇટિંગ લિસ્ટના ઉમેદવારનો હોય. કે ગૌણ સેવામાં ભરતીની માગ કરતા ઉમેદવારોનો હોય. મુદ્દો માજી સૈનિકોનો હોય કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓનો
ગૌણ સેવા પસંદગી મંડળ સામે ઉમેદવારોએ દેખાવો કર્યા. બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા ભરવાની માગના બેનર લઇ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પહોંચી ગયા. ડોક્યુમેન્ટ વેરીફીક્શન બાદ અન્ય પરીક્ષામાં પાસ થયેલા કોમન ઉમેદવારોને ખાલી જગ્યાઓમાં નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ ગાંધીનગરમાં માજી સૈનિકોનો જમાવડો પણ કહી રહ્યો છે કે લોકોમાં આક્રોશ તો છે. ગાંધીનગરમાં બીજા દિવસે પણ માજી સૈનિકોએ વિરોધ યથાવત રાખ્યો. માજી સૌનિકોની માગ છે કે શહીદના પરિવારને 1 કરોડ મળે, સરકારી ભરતીમાં 10 ટકા અનામત મળે આવી કેટલીક માગો છે તે માજી સૈનિક કરી રહ્યાં છે.