પાલિતાણામાં નિલકંઠ મહાદેવના મંદિરમાં પૂજાના મુદે છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો નિવેડો લાવવામાં ન આવતા તેના વિરોધમાં આંદોલન સમિતિ દ્વારા આજે તા.૧૫ ને ગુરૂવારે પાલિતાણા બંધનુ એલાન આપવામાં આવેલ જેમાં વિવિધ વેપારી મંડળો, સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ સમર્થન જાહેર કરવામાં આવેલ અને સજ્જડ બંધ પાળવામાં આવેલ.

પાલિતાણામાં નિલકંઠ મહાદેવના મંદિરના મુદે ચાલી રહેલા આંદોલન અંતગર્ત ગુરૂવારે જાહેર કરાયેલા બંધના એલાનને સાવર્ત્રિક સમર્થન જાહેર થયેલ જેમાં ડાયમંડ એસોસીએશન દ્વારા તમામ કારખાનાઓ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ વેપારી એસોસીએશનની દુકાનો,મુસ્લિમ સમાજની દુકાનો બંધ પાળવામા આવેલ. એજયુકેશન સોસાયટીની તમામ સ્કુલ,કોલેજ પણ બંધ રહેલ આ આંદોલનને ભાવનગર જિલ્લા શિવસેના પરિવાર, રાષ્ટ્રીય ગૌ રક્ષા સંસ્થાના અધ્યક્ષ,ભાવનગર જિલ્લા હિન્દુ યુવા સંગઠન પરિવાર, સુવર્ણકાર સંઘ, સનરાઈઝ સ્કુલ,અંકુર વિદ્યાલય, સ્વામિ વિવેકાનંદ કોલેજ,સાંદીપની વિદ્યામંદિર, રાષ્ટ્રીય રાજપુત કરણીસેના, શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ, ગૌસેવા સમિતિ, પાનબીડી એસોસીએશન, શિવભકતો, વિવિધ સ્થળોએ આવેલ રેસ્ટોરન્ટસ, ઈલે. એસોસીએશન,વિશ્વ હિન્દુ પરિષદ,રાજપુત વિદ્યાસભા સહિતના સંગઠનોના પ્રતિનિધીઓએ આ આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. દરમિયાન ઉપવાસી છાવણીની ડી.જી.વણજારા અને સંતો મહંતોએ મુલાકાત લીધી હતી. આમ શરણાનંદ સ્વામીના ઉપવાસ આંદોલનના પગલે અપાયેલા પાલીતાણા બંધનુ એલાન સફળ રહ્યું હતુ.






