આજે ૧૭ સપ્ટેમ્બરના દિવસને ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસે યુવા બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો હતો. મોદી સરકારે બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી તે બાબતને લઇ આ સરકાર નિષ્ફળ ગઈ છે તેમ જણાવી યુવાનોને રોજગારી નહિ મળતા ભજીયા તળવાનો વખત આવ્યાનું જણાવી કોંગ્રેસે નિલમબાગ સર્કલ ખાતે રાજવીના સ્ટેચ્યુ સમક્ષ વિરોધ દર્શક કાર્યક્રમ આપ્યો હતો.