રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યપાલે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. પણ ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા 2 દિવસ પહેલા શેરથા ખાતે માલધારીઓનું મહાસંમેલન મળ્યું હતું જેમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
સરકારે એક જ માંગ પૂરી કરી હજુ 10 માંગણીને લઈ આંદોલન ચાલુ જ રહેશએ: નાગજી દેસાઇ, આગેવાન
માલધારી એક્તા સમિતિના નાગજી દેસાઇએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે સરકાર સમક્ષ અમારી 11 માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે. જેમાથી સરકારે માત્ર કાયદો પરત લેવાની જ વાત કરી છે. સાથે જ નિવેદન આપતા કહ્યું કે અન્ય 10 માંગણીઓને લઇ અમારું આંદોલન ચાલુ રહેશે. જો માગણીઓ સ્વિકારવામાં નહી આવે તો 21 સપ્ટેમ્બરે અમે હડતાળ કરશું.
માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી. જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ મંચ પરથી એક દિવસ માલદારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેંચવાની જાહેરાત કરી હતી. હાલતો માલધારી સમાજ પોતાની પડતર માગોને લઈ મેદાને છે. અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછુ ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.