અમદાવાદ ખાતે ‘અમદાવાદ કોલીંગ’ હેપી સ્ટ્રીટનું આયોજન થયું હતું. સ્માર્ટ સિટી અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એપ્રોચ, અનવિલ અને સ્મોલ વન્ડર દ્વારા આયોજિત આ હેપી સ્ટ્રીટમાં ‘કલ્ચરલ ફેસ્ટ’ થીમ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગરથી ખાસ ગયેલ સ્મોલ વન્ડરની ટીમ હર્ષા ગીરીશ રામૈયા, લખવીર સર, કેતન સર, પથિક શાહ, કિર્તી ઝાલા, અભિષેક જયસ્વાલ, રિધ્ધિ સરવૈયા સહિતનાએ વિવિધ નૃત્ય કૃતિઓ સાથે રંગ જમાવ્યો હતો. ખાસ કરીને નવરાત્રી આવી રહી છે ત્યારે ‘મુંબઇથી ગાડી આવી રે..’ પર વિશિષ્ટ પ્રસ્તુતિ સાથે અમદાવાદવાસીઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સ્મોલ વન્ડર દ્વારા ભાવનગરમાં પણ આ પ્રકારે અગાઉ હેપી સ્ટ્રીટનું આયોજન થયું હતું અને આગામી દિવસોમાં આવી જ વિશિષ્ટ થીમ સાથે આયોજન વિચારાઇ રહ્યું છે.