ભાવનગરના સુભાષનગર પાસે આવેલા મફતનગર વિસ્તારના મકાનમાં સવારના સમયે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.
આગની ઘટના અંગે મળતી વિગત મુજબ શહેરના સુભાષનગર, મફતનગર વિસ્તારમાં આવેલ ગોવિંદભાઈ બાબુભાઈ ચુડાસમાના મકાનમાં આજે સવારના સમયે આગ લાગી હતી. આગની આ ઘટના અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.
આગની આ ઘટનામાં લાકડાની અભેરાઈ, મિક્સર, પાણીની પાઇપ લાઇન અને ઘરનો જૂનો સામાન સળગી ગયી હતો.આગનું કારણ કે નુકશાની જાણવા મળેલ ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.